પાલનપુર : પાલનપુરનાં ખોડલા ગામનાં જવાન સરદારભાઇ ભેમજીભાઇ ચૌધરી પશ્ચિમ બંગાળ ખાતે શહીદ થયા હતા. તેમનાં વતનમાં માનભેર ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જો કે શહીદને વિદાય આપવા માટે ન માત્ર ગામના લોકો પરંતુ આસપાસનાં સેંકડો લોકો આવી પહોંચ્યા હતા. ભારત માતા કી જય અને વીર જવાન અમર રહોનાં નારા સાથે આખુ ગામ ગુંજી ઉઠ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારાપુર નજીક અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ નિપજ્યાં મોત
સરદારભાઇનાં પાર્થિવ દેહને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. સવારે સાત વાગ્યે અમદાવાદથી તેમના દેહને ખોડલા ગામ લાવવામાં આવ્યો હતો. ત્રિરંગામાં લપેટાયેલો સરદારભાઇના પાર્થિવ દેહ લાવતા ગામમાં ગમગીની છવાઇ હતી. શહીદને અંતિમ વિદાય આપવા માટે શાળાના બાળકો, ગામની મહિલાઓ, પુરૂષો અને ગામનાં વડીલો સહિતના લોકો એ નારા લગાવ્યા હતા. તેમજ શહીદ જવાનને અંતિમ વિદાય આપવાની સાથે સલામી પણ આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube