વિપુલ બારડ/ભાવનગર: ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા જવાન શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શહીદ જવાન સમગ્ર પરિવાર સાથે જમ્મુ કાશ્મીર રહેતા હતા અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને વતન કાનપર લાવવામાં આવશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લના વલ્લભીપુર તાકુલાના કાનપર ગામના વતની દિલીપસિંહ વીરશંગભાઈ ડોડીયા કે જેઓ છેલ્લા આંઠ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે અને તેઓ ગઈકાલે ફરજ પર હતા, ત્યારે તેઓના વાહન ને અકસ્માત નડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમનું સારવાર દરમિયના મૃત્યુ નીપજ્યું હતું, અત્રે ઉલેખનીય છે કે, તેમના કાકા પર આર્મીમાં હતા અને તેમના અને તેમના કાકાના દીકરા પણ આર્મીમાં નોકરી કરી રહ્યા છે. 


રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા


શહીદ દિલીપસિંહને બે વર્ષની એક દીકરી છે. અને તેઓ ત્રણ બહેનોના એકના એક ભાઈ છે. તેમના પિતાશ્રીનું પણ અવસાન થયેલ છે. તેઓ તેમના પરિવાર સાથે જમ્મુ કાશ્મીર રહેતા હતા. અને ફરજ દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.


જુઓ LIVE TV



જો કે હજુ સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ તેમના ગામમાં એક શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગામના અને તેમના સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આવતીકાલે તેમના મૃતદેહને કાનપર ગામે લાવવામાં આવશે અને તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.