ઉદય રંજન/અમદાવાદ: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી મુજબની વોરન્ટ ઇસ્યું કરવામાં આવ્યું છે. મુખ્ય આરોપી છબીલ પટેલને ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે. છબીલ પટેલ દ્વારા આ અંગે એક ઓડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. જયંતિ ભાનુશાલીના ભાઇ કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંતી ભાનુશાળીની હત્યાને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતા પણ હજી સુધી પોલીસ આરોપીઓની પકડથી દૂર છે. ત્યારે આ કેસમાં કથિત આરોપી છબીલ પટેલની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે. ઓડિયો ક્લીપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે કહ્યું કે, મને કોઇ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. મને પોલીસની કાર્યવાહીમાં પૂરેપૂરો વિશ્વાસ છે.


ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી કેસનો આરોપી છબીલ પટેલ ઘટના બાદથી વિદેશમાં છે. પોલીસે આરોપી મનીષા ગોસ્વામી સાથે છલીબ પટેલની પણ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોતે ધંધાકીય કામ અર્થે વિદેશમાં હોવાનો દાવો છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં કર્યો છે. જોકે તેણે ઓડિયોમાં એમ પણ કહ્યું છે કે, ભારત આવવામાં જીવનું જોખમ છે. જેથી પોલીસ રક્ષણ આપવામાં આવે.


ઓડિયો ક્લિપમાં શું કહ્યું...
છલીબ પટેલે ઓડિયો ક્લિપમાં કહ્યું છે કે, ભારત આવીને પોલીસ સમક્ષ હાજર થઈશ જઈશ. પોલીસ કાર્યવાહીમાં સહકાર આપીશ. મને કોઈ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. પરંતુ મને ભારત આવતા જીવનું જોખમ છે. તેથી મને પોલીસ રક્ષણ આપવું. છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં વારંવાર વારંવાર પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું છે. તો પોતે વિદેશ ગયા બાદ આ હત્યા વિશે ખબર પડી તેવું તેનું કહેવું છે.