ગુજરાત : કચ્છ જીલ્લાના ભુજથી અમદાવાદ તરફ જઈ રહેલા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળીઓ ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે જયંતી ભાનુશાળીનો ગરબા રમતો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ જમીન પર આળોટીને રાસ રમી રહ્યાં છે. આ વીડિયોમાં તેઓ જમીન પર રાસ-દાંડિયા ફટકારી રહ્યા છે, તો બીજી તરફ ઉપર કેટલાક લોકો તેમના પર રૂપિયા વરસાવી રહ્યાં છે. આમ, મસ્તીથી રાસ કરતા ભાગ્યે જ તેમને કોઈએ જોયા હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જંયતી ભાનુશાળીના હત્યારાઓ ઝડપાયા, જુઓ કોણે કરી હતી હત્યા?


ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી મૂળ કચ્છી પરિવારમાંથી આવે છે. અમદાવાદમા નરોડા વિસ્તારમા ખાલી બારદાનનો ધંધો કરતા સામાન્ય વેપારી તરીકે તેઓએ કારકીર્દીની શરૂઆત કરી હતી. 2007મા તેઓ પ્રથમવાર અબડાસાથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત્યા હતા. તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ દેવભૂમિ દ્વારકાના પ્રભારી હતા. તેઓ કેન્દ્ર સરકારના સેલ (SAIL) પ્રોજેક્ટમાં ડાયરેક્ટર પણ રહી ચૂક્યા હતા. તેઓ શ્યામજી ક્રિષ્ણ વર્મા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ કારભાર સંભાળી ચૂક્યા હતા. 


આખરે કેમ જયંતી ભાનુશાળીના પરિવારને પ્રોટેક્શનની જરૂર પડી?


પરંતુ જુન-જુલાઇ 2019માં જયંતી ભાનુ શાળી વિરુદ્ઘ નોંઘાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ સંગઠનના તમામ પદ પરથી તેઓઓ રાજીનામુ આપ્યું હતું. તેઓ કચ્છના બાગાયતી ખેતીનો વ્યવસાય તેમજ કચ્છના અનેક વાડીઓના માલિક છે. 
કચ્છ અમદાવાદમા જમીન લે-વેચના વેપાર સાથે પણ તેઓ સંકળાયેલા હતા. રિયલ એસસ્ટેટની કેટલીક ફર્મમા પણ તેમની ભાગીદારી હતી. 


એવું શું થયું હતું જયંતી ભાનુશાળી અને મનીષા વચ્ચે કે, જેથી તેને 5 કરોડ ચૂકવવાની વાત આવી હતી