હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) બેકાબૂ બની રહ્યો છે. આવામાં 10 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી કે, રાજ્યમાં શુક્રવારે નવા 46 કેસનો વધારો થયો છે. આ સાથે જ રાજ્યમા કોરોનાના કુલ પોઝિટિવ કેસ 308 થયા છે. તો અમદાવાદમાં કુલ 153 કેસ થયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તેમણે જણાવ્યું કે, hotspot વિસ્તારોમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી વ્યાપક કરવામાં આવી છે. એટલે આ કેસો વધી રહ્યાં છે. આ સંખ્યા હજુ પણ વધશે તેવી સંભાવના છે. આજના અપડેટમાં, ચાર લોકો ડિસ્ચાર્જ થયા છે અને બે કેસમાં મૃત્યુ થયું છે. એક 40 વર્ષના અમદાવાદના પુરુષનું મૃત્યુ થયું અને ગાંધીનગરના 81 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. દરરોજના 1000 કેસ ટેસ્ટિંગ કરવાનું પ્લાનિંગ રાજ્યનું આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. કુલ 978 ટેસ્ટ કર્યા હતા એટલા જ 67 પોઝિટિવ આવ્યા છે.