હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્ય સરકારે પહેલીવાર કબૂલાત કરી છે કે રાજ્યમાં રિકવર રેશિયો ઓછો છે. છે જ્યારે થતા મોતનો રેશિયો વધારે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ દાવો કરતા કહ્યું કે રાજ્યમાં બે પ્રકારના કોરોના વાયરસ છે. એક વાયરસ ઘાતક હોવાની તેમણે કબૂલાત કરી છે. તેમણએ કહ્યું કે કોરોના પોઝિટિવ દર્દીઓની મંજૂરીથી તેઓને આયુર્વેદિક સારવાર પણ સાથે સાથે અપાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ કહ્યું કે સમરસ હોસ્ટેલ માં રાખવામાં આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં આયુર્વેદિક સારવાર પણ સાથે અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોરોના પોઝિટિવ દર્દીઓ ની મંજૂરીથી તેઓને આયુર્વેદિક સારવાર પણ સાથે અપાશે. 


તેમણે કહ્યું કે રાજ્યમાં ગઈ કાલ સુધી 30 જિલ્લામાં 3301 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 230 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે તેમજ 31 દર્દી સાજા થયા છે. આ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 151એ પહોંચી ગયો છે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube