અમિત ચાવડાના રાજીનામાં અંગે થયેલા વાયરલ મેસેજ મામલે કોંગ્રેસના જયેશ ગેડિયા સસ્પેન્ડ
કોંગ્રેસમાં પેટા ચૂંટણી બાદ જયરાજસિંહ પરમારે અને બદરુદ્દીન શેખે દ્વારા રાજીનામુ આપ્યા બાદ સોશિય મીડિયામાં પ્રદેશ પ્રમુખના રાજીનામાની માગના મેસેજ વાયરલ થયા હતા. જે અંગે સોમવારે જયેશ ગેડિયાના તમામ પદો પરથી સસ્પેન્ડ કર્યા છે. શિસ્ત સમિતિના ચેરમેન દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસમાં પેટા ચૂંટણી બાદ જયરાજસિંહ પરમારે અને બદરુદ્દીન શેખે દ્વારા રાજીનામુ આપ્યા બાદ સોશિય મીડિયામાં પ્રદેશ પ્રમુખના રાજીનામાની માગના મેસેજ વાયરલ થયા હતા. જે અંગે સોમવારે જયેશ ગેડિયાના તમામ પદો પરથી સસ્પેન્ડ કર્યા છે. શિસ્ત સમિતિના ચેરમેન દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા બાદ શરૂ થયો વિખવાદ
કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદ દેખાઇ રહ્યો છે. ત્યારે તે અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો વિરોધ જોવા મળી રહ્યો હતો. અને સોશિયલ મીડિયામાં અને કોંગ્રેસના ગ્રુપમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના રાજીનામાંની માગના મેસેજો વાયરલ થયા હતા જે અંગે કોંગ્રેસ દ્વારા મેસેજે વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી કરી છે. અને મેસેજ વાયરલ કરનારને સસ્પેન્ડ કરવામાં આવે છે.
ગેહલોતે આપેલા દારૂ અંગેના નિવેદન પર BJPના કાર્યકરો ભડક્યા, કર્યુ પૂતળા દહન
કોંગ્રેસમાં રાજીનામાંનો દૌર
મહત્વનું છે, કે ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણીને લઇને કોંગ્રસમાં બળવો જોવા મળ્યો હતો અને જયરાજસિંહ પરમારે તેમના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. જ્યારે બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા બદરૂદ્દીન શેખ નારાજ થયા હતા. તેમની સાથે જ પાર્ટીમાં વિવિધ હોદ્દા ધરાવતા અન્ય 15 જેટલા મુસ્લિમ નેતાઓએ પણ બદરૂદ્દીનના સમર્થનમાં રાજીનામું આપી દીધું હતું. બદરૂદ્દીન શેખ એક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પદે પણ રહી ચૂક્યા છે.
જુઓ Live TV:-