તુવેર કૌભાંડ આચરનાર એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં: જયેશ રાદડિયા
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
અમદાવાદ: ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાજ્યમાં મગફળી કાંડ બાદ વધુ એક તુવેરમાં ભેળસેળના કૌભાંડમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રસ કોન્ફ્રન્સ યોજી હતી અને આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવરેના રિજેક્ટ થયા છે. જ્યારે અન્ય કટ્ટામાં કોઇપણ સમસ્યા નથી.
વધુમાં વાંચો: વડોદરામાં મોડલિંગ કરતી યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યા પાછળનું રહસ્ય અકબંધ
જામકંડોરણામાં જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને વધુમાં જણાવ્યું હતું કે, તુવેરની ખરીદીમાં કે તેના ભાવની પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઇ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી પરંતુ જે લોકોએ હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં.
વધુમાં વાંચો: ખેડબ્રહ્મા પાસે સીએમ રૂપાણીના કાફલાને નડ્યો અકસ્માત, ચારને ઇજા
તો બીજી બાજુ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા મંત્રી જયેશ રાદડિયાની વાત પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જયેશ રાદડિયાના ખુલાસા ખોટા હોવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, સરકારની મિલિભગતથી કૌભાંડ થયું છે અને આ મામલે તપાસ થશે તો જ હકીકત બહાર આવશે.
ગુજરાત માટે સારા સામાચાર, ભર ઉનાળે નર્મદામાં આવ્યા નવા નીર
તુવેર કૌભાંડ બાબતે લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડ બાદ તુવેર કૌભાંડમાં પણ મોટા માથાનો હાથ છે. સરકાર કૌભાંડને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. જો યોગ્ય તપાસ થશે તો મોટા માથાના નામ સામે આવશે. સરકારની બેદરકારીને લીધે ફરી કૌભાંડ થયું છે.
વધુમાં વાંચો: મકાન ન વેંચાતા પત્ની-પુત્ર પર છરી વડે હુમલો, પતિએ કર્યો આપઘાત
નાફેડના ઉપાધ્યક્ષ દિલીપ સંઘાણીએ તુવેરની ખરીદીના કૌભાંડમા પુરવઠા વિભાગ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી અત્યાર સુધી નાફેડ ઊપાડતું હતું પણ હવે પુરવઠા વિભાગને આ જવાબદારી સોંપતા આવા બનાવો બની રહ્યા છે. ખેડૂત આગેવાન તરીકે રાજ્ય સરકારે આવા બનાવોમાં ગંભીરતાથી તપાસ કરવી જોઈએ તેવી હું માંગણી કરું છું.