જતા જતા જયરાજસિંહનું દર્દ છલકાયું, ‘ટેક્સીનું મીટર ફેરવે તેમ મારી 37 વર્ષની કારકિર્દી ઝીરો કરી નાંખી’
નેતા જયરાજસિંહ પરમારે આખરે કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડ્યો છે. કાર્યકર્તાઓ જોગ પત્ર લખીને પોતાની પક્ષ પ્રત્યેની વેદના ઠાલવી છે. સાથે જ કોંગ્રેસ પર અનેક આક્ષેપો કર્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કોંગ્રેસ સત્તા પર કેમ નથી આવતી, અને પક્ષમાં કયા પ્રકારની ખામી છે તે વિશે ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, હુ સિસ્ટમની સામે પડ્યો તેથી મારી કારકિર્દી ઝીરો કરી નાંખી. રીક્ષા-ટેક્સીનુ મીટર ફેરવે તેમ મારી કારકિર્દી ઝીરો કરી નાંખી.
ઝી મીડિયા/બ્યૂરો :નેતા જયરાજસિંહ પરમારે આખરે કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડ્યો છે. કાર્યકર્તાઓ જોગ પત્ર લખીને પોતાની પક્ષ પ્રત્યેની વેદના ઠાલવી છે. સાથે જ કોંગ્રેસ પર અનેક આક્ષેપો કર્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કોંગ્રેસ સત્તા પર કેમ નથી આવતી, અને પક્ષમાં કયા પ્રકારની ખામી છે તે વિશે ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, હુ સિસ્ટમની સામે પડ્યો તેથી મારી કારકિર્દી ઝીરો કરી નાંખી. રીક્ષા-ટેક્સીનુ મીટર ફેરવે તેમ મારી કારકિર્દી ઝીરો કરી નાંખી.
ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જયરાજસિંહે કહ્યુ કે, કોંગ્રેસથી અળગા થવાનો વિચાર નથી કર્યો, પણ હુ સિસ્ટમથી થાક્યો છું. મારે કોઈ નેતા સાથે ખરાબ સંબંધ નથી. જતા સમયે કાદવ ઉછાળીને નીકળવુ વાત વાજબી લાગતી નથી. કોંગ્રેસ સાથે 37 વર્ષનો સાથ હતો. કોલેજમાં હતો ત્યારથી સંકળાયેલો છે. મારી લડાઈ પાર્ટીની સિસ્ટમમાં છે.
કોંગ્રેસની સિસ્ટમમાં શું સમસ્યા છે તે વિશે જયરાજસિંહે કહ્યુ કે, જીતી ન શકતા હોય તે લોકો બીજાને કઈ રીતે જીતવુ તે શીખવાડે છે. હાઈકમાન્ડનો વિષય હોય કે પરિવર્તનની વાત હોય સમયની સાથે તાલ મિલાવી શક્તા નથી. જૂના નેતાની ઘરેડમાંથી બહાર આવી શક્તા નથી. ચૂંટણી સમિતિ, કેમ્પેઈન કમિટિ, કોર કમિટિ, કોઓર્ડિનેશ કમિટિ જોઈ લો, એના એ જ લોકો છે. 27 વર્ષથી કોંગ્રેસ જીતાડી ન શક્તા લોકો સામે હાઈકમાન્ડની આંખ ન ઉઘડતી ન હોય તો એ સિસ્ટમમાં મારે રહેવુ નથી. કોંગ્રેસ ફેરફાર કરવાના 4 મૂડમાં નથી. અમારા જેવાના રાજીનામા બાદ નિવેદન આપે છે કે, -25 જાય તો પક્ષને કોઈ ફરક પડતો નથી. અનેક તાકતાવાર લોકો કોંગ્રેસ છોડીને ગયા. ગણતરી પૂરી થતી નથી તેટલા નેતા કોંગ્રેસ છોડીને ગયા છે. ટીપે ટીપે સરોવર ભરાય, પણ છેલ્લે 5-25 જ બચી જશો. એ લોકો જે ગુમાનમાં છે તે ઉતરી જશે. મહેરબાની કરીને પોલિટિકલ વાત કરો. સ્વામાન અને સન્માન જળવાય એવુ રાખે તો સારું.
તેમણે કહ્યુ કે, મને દુખ નથી. મેં 37 વર્ષ કોંગ્રેસમાં કાઢ્યા છે. દિલ પર પત્થર મૂકીને મારે નીકળવુ પડ્યુ છે. જે સમયની સાથે તાલ ન મિલાતે તે ઘસાઈને નાશ પામે છે. કોંગ્રસમાં તાલ મિલાવવાની શક્તી નથી. હુ સિસ્ટમની સામે પડ્યો તેમ મારી કારકિર્દી ઝીરી કરો. રીક્ષા-ટેક્સીનુ મીટર ફેરવે તેમ મારી કારકિર્દી ઝીરો કરી. હુ સિસ્ટમ સામે લડવા નીકળ્યો છું. મે રાજીનામુ આપી દીધુ છે, હવે પાછુ નહિ ખેચું. મશાલ લઈને નીકળ્યો છું. હુ ક્ષત્રિયોનો દીકરો છુ, જાતે મશાલ હાથમાં પકડી છે. શહીદી વહોરવાની મારી તૈયારી છે. મારાથી શરૂઆત કરી છે, તેથી જ મેં કાર્યકર્તાઓને જોગ પત્ર લખ્યો છે. કાર્યકર્તા જ મારી સાચી મૂડી છે. મારી સાથે ટેબલ પર બેસનારો કાર્યકર્તા મહત્વનો છે, તેના માટે મેં આ પગલુ ભર્યુ છે. આ સિસ્ટમમાં કોઈ ફરક પડ્યો નથી. તેથી હૃદય પર પત્થર મૂકીને આ નિર્ણય લીધો છે.