અતુલ તિવારી/અમદાવાદ: આવતીકાલથી એટલે કે સોમવાર (25 જુલાઈ)એ દેશભરમાં JEE મેઈનની પરીક્ષા યોજાશે. NTA દ્વારા 30 જુલાઈ સુધી JEE મેઈન સેશન 2ની પરીક્ષા યોજાશે. સવાર અને બપોર એમ બે શિફ્ટમાં ત્રણ કલાકની પરીક્ષા યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JEE મેઈનની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમય કરતા 1 કલાક પહેલા પરીક્ષા સેન્ટર પર પહોંચવાનું રહેશે. 23 થી 29 જૂન દરમિયાન JEE મેઈન સેશન 1 યોજાઈ હતી. હવે કાલથી સોમવારથી સેશન 2 દેશભરમાં યોજાશે, ત્યારે બંને સેશનમાંથી જેમાં પરિણામ વધુ હશે, એ મુજબ મેરીટ તૈયાર કરાશે.


વિદ્યાર્થીઓને આઈઆઈટી, NIT જેવી સંસ્થાનોમાં બી.ટેક., બી.ઈ. જેવા કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવશે. આવતીકાલથી શરૂ થનાર સેશન 2 માટે દેશભરમાંથી અંદાજે 6.40 લાખ જ્યારે રાજ્યમાંથી અંદાજે 30 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. JEE મેઈન સેશન 2 દેશના 500 શહેરોમાં અને વિદેશના 17 શહેરોમાં આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષામાં કુલ 6,29,778 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.


ઉલ્લેખનીય છે કે, JEE મેઈન પરીક્ષા સેશન 1 નું પરિણામ પણ જાહેર કરી દેવાયુ છે, જેમાં દેશભરમાંથી અંદાજે 8 લાખ વિદ્યાર્થીઓ જ્યારે રાજ્યમાંથી 40 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 


એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો?


ઉમેદવારો નીચે આપેલ સરળ પગલાંને અનુસરીને તેમનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે-:


- સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in ની મુલાકાત લો.
- હોમ પેજ પર JEE મુખ્ય સત્ર 2 એડમિટ કાર્ડ માટેની લિંક પર ક્લિક કરો.
- તે પછી તમારી લોગિન વિગતોમાં કી અને સબમિટ કરો.
- હવે તમારું એડમિટ કાર્ડ ચેક કરો અને તેને ડાઉનલોડ કરો.
- ઉમેદવારોએ ભવિષ્યના સંદર્ભ માટે એડમિટ કાર્ડની એક કે બે પ્રિન્ટ આઉટ લેવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube