JEE મેઇનના પરીણામ થયા જાહેર, સુરતના રાધવ સોમાણીનો ગુજરાતમાં પ્રથમ ક્રમ
જેઈઈ મેઈન દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવ્યા છે. દેશભરના 467 પરીક્ષા કેન્દ્રો પર સેન્ટર પર 8 લાખ 74 હજાર 469 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરીક્ષાના પરિણામમાં દેશભરમાં મધ્યપ્રદેશા ધ્રુવ અરોરાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે ગુજરાતમાંથી સુરતના વિદ્યાર્થીએ રાઘવ સોમાણીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.
તેજશ મોદી/સુરત: જેઈઈ મેઈન દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવ્યા છે. દેશભરના 467 પરીક્ષા કેન્દ્રો પર સેન્ટર પર 8 લાખ 74 હજાર 469 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરીક્ષાના પરિણામમાં દેશભરમાં મધ્યપ્રદેશા ધ્રુવ અરોરાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે ગુજરાતમાંથી સુરતના વિદ્યાર્થીએ રાઘવ સોમાણીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.
સુરતના રાઘવ સોમાણીએ 99.9907511 એનટીએ સ્કોર સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. રાઘવ સોમાણીનો ગુજરાતમાં પ્રથમ નંબર આવતા પરિવાર જનો, મિત્રો અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ આગળ વધવાની શુભકામના પાઠવી હતી. રાઘવના પરિવારે પણ આકાશની સિધ્ધિને વધાવી લેતા મિઠાઈ ખવડાવી હતી.
મોરબીમાં સર્જાઇ વિચિત્ર ઘટના, ચાલુ બાઇકે આધેડ મોતને ભેટ્યો
જેઈઈની પરીક્ષા રાઘવે પ્રથમ પ્રયત્ને જ પાસ કરી લીધી હતી. આઈઆઈટી મુંબઈમાં આગામી અભ્યાસ કરવાની ઈચ્છા રાઘવે વ્યક્ત કરી છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં રાઘવ સોમાણીએ પોતાની સખત મહેનત અને પરિક્ષમ સાથે પરિવારના સાથ સહકારને પોતાના પરિણામનો શ્રેય આપ્યો હતો. તો કમલ સોમાણીના પુત્ર રાઘવે જણાવ્યું હતું કે, રોજની સાતેક કલાક તૈયારી કરતો હતો. ફ્રી માઈન્ડથી વાંચતો ઘણી બધી ઓનલાઈન પરીક્ષા આપીને પ્રેક્ટિસ કરી હતી.