અતુલ તિવારી/અમદાવાદ: દેશભરમાં જાન્યુઆરી મહિનામાં લેવાયેલી JEE મેઈન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એન્જિનિયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે યોજાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. અમદાવાદના બે વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. 300 માર્કની લેવાયેલી પરીક્ષામાંથી એક પ્રશ્નને બાકાત કર્યા બાદ 296 માર્ક્સમાંથી પરિણામ જાહેર કરાયું છે. અમદાવાદના બે વિદ્યાર્થીઓએ 296માંથી 296 માર્ક્સ મેળવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ 'દાદા' એ કર્યું યુવાઓને શરમાવે તેવું સાહસ, ટ્રેકિંગમાં મેળવી અનોખી સિદ્ધિ


દેશભરમાંથી JEE મેઇન્સની 9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરમાંથી 8 લાખ વિદ્યાર્થીઓએ બી.ટેક. કરવા માટે અરજી કરી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં દેશભરમાંથી 20 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવવામાં સફળતા હાસલ કરી છે. 


દારૂ ઢીંચીને દર્દીની સારવાર કરતો ડોક્ટર રંગે હાથે ઝડપ્યો, પોલીસે કર્યા મોટા ખુલાસા


100 પર્સેન્ટાઇલ મેળવનાર અમદાવાદના કૌશલ વિજયવર્ગીય એ જણાવ્યું કે, 10માં ધોરણથી જ તે JEE મેઇન્સની તૈયારી કરતો હતો. હવે JEE એડવાન્સમાં સફળ થવાનું લક્ષ્ય છે. ભવિષ્યમાં IIT બોમ્બેમાં કમ્પ્યુટર સાયન્સ કરવાની કૌશલે ઈચ્છા વ્યક્ત કરી. 100 પર્સેન્ટાઇલ મેળવનાર અમદાવાદના હર્ષલ સુથારે કહ્યું કે તેણે 8માં ધોરણથી JEE માટે તૈયારીઓ શરૂ કરી હતી. રોજના 10 કલાકની મહેનત કરતો હતો. 


Top 5 University of India: આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થશો તો મળશે ગાડીઓને બંગલા!


હર્ષુલે જણાવ્યું હતું કે, જે લોકો JEE માં સફળ થવા માંગતા હોય તેઓ જ્યારે અભ્યાસ કરે એ સમયે જે તે ટોપિક પૂરો કર્યા બાદ જ અન્ય કામ કરે. JEE મેઈન્સ બાદ હવે એડવાન્સમાં ટોપ 100માં આવી આઈઆઈટી બોમ્બેમાં કમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા હર્ષુલે વ્યક્ત કરી.


અદાણીની સૌથી મોટી કંપનીને ફક્ત 105 મિનિટમાં 45 હજાર કરોડનો ફાયદો


આ વેબસાઈટ્સ પર જોઈ શકાશે
JEE Mainનું પરિણામ જાહેર થયું છે તમને જણાવી દઈએ કે JEE મુખ્ય પરીક્ષાનો પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ - jeemain.nta.nic.in અને ntaresults.nic.in પર જોઈ શકાશે.