Jhagadia Gujarat Chunav Result 2022: ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સ્થાપક અને ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાને ગરીબોના મસીહા કહેવામાં આવે છે. છોટુ વસાવા ગુજરાતની 15 ટકા આદિવાસી વોટ બેન્ક પર પકડ ધરાવે છે. ભરૂચ અને નર્મદામાં છોટુ વસાવાનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારના લોકો છોટુ વસાવાને મસીહા માને છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા છોટુ વસાવાએ અચાનક જનતા દળમાંથી પોતાનો છેડો ફાડી લીધો હતો. ત્યારબાદ તેમણે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ની રચના કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમની ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે ઉમેદવારો જીત્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ


  • આઝાદી પછી પહેલી વાર ઝઘડિયા બેઠક ઉપર ભાજપનું કમળ ખીલ્યું 

  • 7 ટર્મ થી બીટીપીમાંથી જીતીને આવતા હતા આ વખતે અપક્ષમાં ઉમેદવારી નોંધાવનારા સીટીંગ ધારાસભ્ય છોટુ વસાવાનો કિલ્લો ધ્વસ્ત

  • ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રિતેશ વસાવાનો 21000થી વધુ માટે ભવ્ય વિજય

  • ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લાની પાંચે પાંચ વિધાનસભા પર જીત હાંસલ કરી


ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનું પરિણામ...


🔸150 જંબુસર વિધાનસભા


ડી કે સ્વામી - ભાજપ - 26000 થી જીત મેળવી


🔸151 વાગરા વિધાનસભા


અરૂણસિંહ રણા - ભાજપ - 13453 થી જીત મેળવી


🔸152 ઝઘડિયા વિધાનસભા


રિતેશ વસાવા - ભાજપ - 21000 + થી જીત મેળવી



🔸153 ભરૂચ વિધાનસભા


રમેશ મિસ્ત્રી - ભાજપ - 64243 થી જીત મેળવી


🔸154 અંક્લેશ્વર વિધાનસભા


ઈશ્વરસિંહ પટેલ - ભાજપ - 40600 થી જીત મેળવી


ભરૂચ જિલ્લો


બેઠક : ઝઘડિયા
રાઉન્ડ : 10
પક્ષ : ભાજપા
મત : 16755 મતથી આગળ


ભાજપા 45899
કોંગ્રેસ 6170
અપક્ષ છોટુ વસાવા 29144 
આપ 4014


2022ની ચૂંટણી
ભલે ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટીએ 2022ની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય પણ ઝઘડિયામાં તેનું સંગઠન મજબૂત નથી. ઝઘડિયા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને છોટુભાઈ વસાવા વચ્ચે છે. ભાજપે ઝઘડિયા બેઠક પરથી વર્તમાન તાલુકા પંચાયતના સભ્ય રિતેશ વસાવાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ફતેસિંહ વસાવાની પસંદગી કરી છે. જ્યારે, આમ આદમી પાર્ટીએ ઉર્મિલાબેન ભગતને ટિકિટ આપી છે.


2017ની ચૂંટણી
2017માં છોટુભાઈ વસાવા ભાજપના રવજી વસાવા સામે 48,498 મતોથી જીત્યા હતા. જેમાં છોટુભાઈને 1,13,854 મત મળ્યા હતા. જ્યારે, રવજી વસાવાને 64,906 મત પડ્યા હતા.


2012ની ચૂંટણી
છોટુભાઈ વસાવાને 2012ની ચૂંટણીમાં 66,622 મત મળ્યા હતા. કોંગ્રેસના બાલુ વસાવાને 53,318 મત મળ્યા હતા. જ્યારે, ભાજપના નરેન્દ્ર વસાવાને 36,473 મત મળ્યા હતા. આ ત્રિપાંખિયા જંગમાં છોટુભાઈ વસાવાને 13,304 મતોની સરસાઈ મળી હતી.