Dahod Jhalod Gujarat Chunav Result 2022: ઝાલોદ વિધાનસભા બેઠક (ST) (દાહોદ) દાહોદની ઝાલોદ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ઝાલોદના મતદારોનો ઝુકાવ વર્ષોથી કોંગ્રેસ તરફી રહ્યો છે. ભાજપ અત્યાર સુધીમાં માત્ર 2002માં એક જ વાર આ બેઠક પર જીતી શક્યુ છે. દાહોદ જીલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપે અભૂતપૂર્વ વિજયી દેખાવ કર્યો હતો. જેથી હવે વિધાનસભામાં પણ ભાજપ જોર લગાવી રહ્યુ છે. જો કે કોંગ્રેસે આ વખતે પોતાના ઉમેદવાર તરીકે મિતેશ ગરાસિયાને ટીકીટ આપતા ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ નારાજ થઇ તાત્કાલીક રાજીનામુ આપી દીધુ હતુ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાલોદ બેઠક ઉપર ભાજપના મહેશભાઈ ભુરીયાની જીત
30 હજાર ઉપરાંતની લીડ


દાહોદ 


  • દાહોદ જિલ્લા ની 6 વિધાનસભા બેઠક પર ભાજપ ની જીત 

  • કોંગ્રેસ નો ગઢ ગણાતી તમામ બેઠક પર ભાજપ નો કબજો 

  • કોંગ્રેસ નો ગઢ ગણાતી દાહોદ ,ગરબાડા,ઝાલોદ બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય 

  • દેવગઢ બારીઆ, લીમખેડા,ફતેપુરા બેઠક ઉપર પણ ભાજપ નો વિજય 

  • દાહોદ બેઠક પર કનૈયા કીશોરી ની જીત 

  • ફતેપુરા બેઠક પર રમેશ કટારા ની જીત 

  • ઝાલોદ બેઠક પર ભાજપ ના મહેશભાઈ ભુરીયા ની જીત 

  • દેવગઢબારીઆ બેઠક પર બચુભાઈ ખાબડ 

  • ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાઈ ભાભોર 

  • લીમખેડા બેઠક પર શૈલેષભાઇ ભાભોર વિજેતા


ઝાલોદ બેઠક પર કુલ 261,591 મતદારો નોંધાયા છે. જેમાં 131845 પુરુષ મતદાર, 129739 મહિલા મતદાર અને અન્ય 7 મતદારોનો સમાવેશ થાય છે. 


2022ની ચૂંટણી
આ વખતના ઉમેદવારની વાત કરીએ તો, ભાજપે મહેશ ભુરિયાને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ તરફથી મિતેશ ગરાસીયા અને આપે અનીલ ગરાસીયાને ઉમેદવાર બનાવ્યા છે. 


2017ની ચૂંટણી
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કટારા ભાવેશભાઈ ભાજપના મહેશભાઇ ભુરીયાને આશરે 25000 મતથી હરાવીને ઝાલોદના ધારાસભ્ય બન્યા હતા.


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના મિતેશભાઇ ગરાસીયાએ ભાજપના ભાવસિંહભાઇ વાઘેલા સામે 40073 મતના માર્જીનથી જીત મેળવી હતી.