Vapi News નિલેશ જોશી/સેલવાસ : રાજ્યનાં પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં એક વ્યક્તિએ થોડા દિવસ અગાઉ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેને એક અજાણ્યા નંબર થી બેંકના અધિકારી તરીકે ઓળખ આપી ફોન આવ્યો હતો.અને સામેની વ્યક્તિએ બેંક એકાઉન્ટની ડીટેલ માંગી હતી. આથી ભોગ બનનારે બેંકના અધિકારી હોવાની માની તે સામેવાળી વ્યક્તિને પોતાના બેંક એકાઉન્ટની તમામ વિગતો આપી દીધી હતી. જો કે થોડી જ વારમાં જ એ વ્યક્તિના બેંકના એકાઉન્ટનું તળિયું સાફ થઈ ગયું હતું. અને બેન્ક એકાઉન્ટ માંથી 1,000 કે 5000 નહીં પરંતુ સાડા 6 લાખ રૂપિયા ગણતરીના મિનિટમાં જ ઉપડી ગયા હતા. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું નું જાણ થતાં જ ભોગ બનનારે સેલવાસ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી હતી. ફરિયાદ મલતા સેલવાસ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ સરું કરી હતી તપાસના અંતે સેલવાસ પોલીસે છે. ઝારખંડ થી 2 આરોપીઓને દબોચી અને તેમની ધરપકડ કરી સેલવાસ લાવ્યા છે. અને આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરી છે. આથી અનેક ગુનાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈટાલિયાનુ ગીત શું સંકેત આપે છે : AAP માંથી સાઈડલાઈન થયેલા નેતા કોઈ નવાજૂની કરશે?


સેલવાસ પોલીસના હાથે ઝડપાયેલા ઝારખંડના આરોપીઓ સાયબર ક્રાઇમમાં સાતીર અને માસ્ટર માઈન્ડ ગણાતી જામતારા ગેંગના સાગરીતો છે. લબર મૂછીયાની ઓળખ કરીએ તો


  • ધીરજ મંડલ

  • દિપક મંડલ  


મહત્વપૂર્ણ છે કે આ જામતારા ગેંગ મોટેભાગે સાયબર ક્રાઇમ કરે છે. જેઓ અજાણ્યા નંબર ઉપર ફોન કરે છે અને પોતાને બેંકના અધિકારીની ઓળખ આપી સામેવાળા વ્યક્તિની બેંકની ડિટેલ પૂછે છે. જે વ્યક્તિ બેંકના અધિકારી હોવાનું માની પોતાના બેન્ક એકાઉન્ટની ડીટેલ આપી દે છે ત્યારબાદ આ સાતિર સાયબર અપરાધીઓ ગણતરીના સમયમાં જ સામેવાળા વ્યક્તિના બેંકના એકાઉન્ટમાંથી નું તળિયું સાફ કરી દે છે.પોલીસે અત્યાર સુધી કરેલી આગવી ઢબે પૂછપરછ માં આરોપીઓએ પોતે ગુનો કર્યો હોવાનું કબૂલ કર્યું હતું. પૂછપરછ માં બહાર આવ્યું કે આરોપીઓ જામતરા ગેંગ જેવી જ મોડ્સ ઓપરેન્ડી વાપરે છે . જેઓ અવારનવાર ફોન કરી અને લોકોને ભોળવી અને બેંકના એકાઉન્ટ સાફ કરી દે છે. જોકે નવાઈની વાત એ છે કે પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ લબર મૂછીયા છે. 19 અને 21 વર્ષની ઉંમરે જ સાયબર ક્રાઈમ માં માસ્ટર ડિગ્રી મળી હોય તેમ એક પછી એક શિકાર બનાવી લાખો રૂપિયા ગણતરીના સમયમાં જ ચાઊ કરી જાય છે. 


કેનેડામા સારી નોકરી જોઈતી હોય તો આ શહેર છોડો, કેનેડામા રહેનારા ગુજરાતીની મોટી સલાહ


દાદરા નગર હવેલી પોલીસે ઝડપેલા આ ફ્રોડ ગેંગના બે સાગરિતો પોલીસ રિમાન્ડ પર છે . તેમની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે. આથી અત્યારે આરોપીઓએ સેલવાસમાં થયેલ ગુના કબુલ કર્યા છે. અને આગામી સમયમાં પણ આ ગેંગે આચરેલા અનેક સાયબર ક્રાઇમના ભેદ ઉકેલવાની શક્યતા જોવાઇ રહી છે. આથી આપ પણ જો અજાણે ફોન કોલ પર આપનું બેંકનું ડિટેલ આપી રહ્યા હોય તો ચેતી જજો. ક્યાંક આપની આ ભૂલ આપના બેંકના એકાઉન્ટના તળિયા સાફ કરી શકે છે.


લાખોની ફી લેતી ખાનગી શાળાઓને ટક્કર આપે છે ગુજરાતની આ સરકારી શાળા, આપે છે 100% પરિણામ