અટલજીને શ્રધ્ધાંજલિ આપવામાં ચૂક થતાં દલિત નેતા જિગ્નેશ મેવાણી સામે રોષ ભભૂક્યો
દેશ આખો જેમના નિધનથી શોકાતૂર છે અને શોકની લાલીમામાં ગરકાવ છે એવા સમયે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી અટલજીને આપેલી શ્રધ્ધાંજલિને લઇને મામલો ગરમાયો છે. કથિય અયોગ્ય શૈલીથી આપવામાં આવેલી શ્રધ્ધાંજલિને પગલે મેવાણી ભારે ટ્રોલ થઇ રહ્યો છે. યુઝર્સે પણ હલકટ સહિત અપશબ્દો દ્વારા સામે જવાબ આપ્યો છે.
અમદાવાદ : દેશ આખો જેમના નિધનથી શોકાતૂર છે અને શોકની લાલીમામાં ગરકાવ છે એવા સમયે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી અટલજીને આપેલી શ્રધ્ધાંજલિને લઇને મામલો ગરમાયો છે. કથિય અયોગ્ય શૈલીથી આપવામાં આવેલી શ્રધ્ધાંજલિને પગલે મેવાણી ભારે ટ્રોલ થઇ રહ્યો છે. યુઝર્સે પણ હલકટ સહિત અપશબ્દો દ્વારા સામે જવાબ આપ્યો છે.
ભારત રત્ન અને અજાત શત્રુ એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે સાંજે 5 કલાકને 5 મિનિટે નિધન થતાં દેશ આખામાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. રાજકીય દ્વેષ છોડી તમામ પક્ષોના નેતાઓ અટલજીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રામાં જોડાઇ રહ્યા છે એ સંજોગોમાં ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી આપેલી શ્રધ્ધાંજલિ ચર્ચામાં આવી છે.
જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલથી અટલજીને શ્રધ્ધાંજલિ આપતાં ટ્વિટ કરી કહ્યું છે કે, મોદીજીને રાજધર્મની સલાહ આપનાર પણ હવે કોઇ નથી રહ્યું, હવે કોન એમનો કાન પકડશે? 2002ના તોફાન સમયે રાજધર્મનું પાલન કરવાની સલાહ આપવા માટે અને પોતે આ મામલે કંઇ ન કરવા માટે આપણે અટલજીને યાદ રાખીશું. એટલી તો એમને અંજલી બને છે...
અજાતશત્રુ અટલજીને ટોણાની ભાષામાં શ્રધ્ધાંજલિ આપતાં જીગ્નેશ મેવાણી થઇ રહ્યો છે. યૂઝર્સ દ્વારા સામે પણ એવી જ ભાષામાં જવાબ અાપવામાં આવ્યો છે. હલકટ સહિત શબ્દ પ્રયોગ કરી લોકોએ મેવાણીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.