જય પટેલ/વલસાડ :વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘વાયુ’ના યુ ટર્નથી સૌરાષ્ટ્ર પાણી-પાણી, 61 તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે 


શું ટ્વિટ કર્યું હતું...
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિદ્યાર્થીને માર મારતો વીડિયો પોસ્ટ કર્યો હતુ. જિજ્ઞેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. મેવાણીએ પીએમઓ પાસેથી વિદ્યાર્થી સાથે શાળાના આવા વર્તન બદલ ખુલાસો માંગ્યો હતો. જોકે, બાદમાં આ વીડિયોનો વિવાદ વકર્યો હતો, અને લોકોએ ટ્વિટર પર જ રિએક્શન આપ્યું હતું.


હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ ગયેલી અમદાવાદ પોલીસ ગુંડાગીરી પર ઉતરી, 6 નિર્દોષોને આપ્યો કરંટ



ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એ એક ખોટું  tweet કર્યું હતું. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતા ટ્વિટ કરનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલના વિદ્યાર્થીઓને માર મારતા વાયરલ થયેલ એક ફેક ન્યુઝને જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરી શાળાને બદનામ કરી હતી. વિવાદ વધતા ધારાસભ્યો દ્વારા tweet હટાવાયું હતું. જોકે હવે શાળાના આચાર્ય દ્વારા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે. 


વડોદરાની હોટલ દર્શનમાં ગટર સાફ કરવા ઉતરેલા 7 મજૂરોના મોત, મકાન માલિક તરત ભાગી ગયો



આ મામલે સ્કૂલના પ્રિન્સીપાલ બિજલ પટેલે કહ્યું કે, આ વીડિયો ખોટો છે. અમે પોલીસ ફરિયાદ કરી છે. વારંવાર શાળાના નામનો ઉલ્લેખ કરીને સ્કૂલનુ નામ બદનામ કરાય છે. જિજ્ઞેશ મેવાણી જેવા વ્યક્તિ સારા હોદ્દા પર બિરાજમાન છે, તેમ છતા તેમણે તપાસ કર્યા વગર આ વીડિય પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો. તથા શાળાના કોઈ પણ વ્યક્તિનો સંપર્ક ન કરો. આ બદલ શાળાને લાંછન લાગી છે. તેથી તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમના ટ્વિટથી શાળાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.