અલ્કેશ રાવ/બનાસકાંઠા :વલસાડની RMVM સ્કૂલના વિદ્યાર્થીને માર મારતા ફેક વીડિયો પર વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ટ્વિટ કરીને વિવાદમાં આવ્યા છે. તેમણે આ વીડિયો ટ્વિટ કર્યો હતો, અને બાદમાં પીએમઓ પાસેથી ખુલાસો માંગ્યો હતો. જોકે જિજ્ઞેશ મેવાણીની ટ્વિટને કારણે સ્કૂલની બદનામી થઈ છે તેમ કહી RMVM સ્કૂલના આચાર્યે વલસાડ સિટી પોલીસ મથકમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ વિશે જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Breaking : ‘વાયુ’ની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છ સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાશે


ફેક વીડિયો વાઈરલ કરવા બાબતે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, મેં કોઈ સ્કૂલનું નામ લીધા વગર ટ્વિટ કર્યું હતું અને આવી કોઈ ઘટના બને તો મારી ફરજ છે કે હું પીએમઓ પાસે સ્પષ્ટતા માંગુ. જોકે સ્કૂલના આચાર્ય મને ઓળખતા નથી. તે જે દિવસે મારા વ્યક્તિત્વ વિશે જાણશે ત્યારે તેમને પસ્તાવો થશે. આ દેશમાં ગંભીર ગુનાઓ કરવાવાળાઓ પર જલ્દી ફરિયાદ દાખલ નથી થતી અને મારા ઉપર એક ટ્વીટ કરવાથી ફરિયાદ થઈ છે. આ ફરિયાદ પાછળ કમલમ તેમજ સીએમઓ અથવા પીએમઓમાંથી કોઈનો હાથ છે. જોકે હવે કેસ થયો છે તો હું કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીશ.




શું હતો મામલો
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિદ્યાર્થીને માર મારતો વીડિયો પોસ્ટ કર્યો હતુ. જિજ્ઞેશ મેવાણીએ વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. મેવાણીએ પીએમઓ પાસેથી વિદ્યાર્થી સાથે શાળાના આવા વર્તન બદલ ખુલાસો માંગ્યો હતો. જોકે, બાદમાં આ વીડિયોનો વિવાદ વકર્યો હતો, અને લોકોએ ટ્વિટર પર જ રિએક્શન આપ્યું હતું. વિવાદ વધતા ધારાસભ્યો દ્વારા tweet હટાવાયું હતું. જોકે બાદમાં શાળાના આચાર્ય દ્વારા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે.