સુરત : જિમ ટ્રેનરે સ્ટીરોઈડનો ઓવરડોઝ કરીને પોતાના કારમાં આત્મહત્યા કરી
સુરતમાં એક પ્રખ્યાત જિમ ટ્રેનરની શંકાસ્પદ હાલતમાં પોતાની કારમાં લાશ મળી છે. નેઝલ કેરીવાળા નામના જિમ ટ્રેનરે કારમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે. પોલીસને તેમની કારમાં ઈન્જેક્શન અને સ્ટીરોઈડના દવાની બોટલ મળી આવી છે. ત્યારે જિમ ટ્રેનરે સ્ટીરોઈડનો ઓવરડોઝ કરીને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે.
ચેતન પટેલ/સુરત :સુરતમાં એક પ્રખ્યાત જિમ ટ્રેનરની શંકાસ્પદ હાલતમાં પોતાની કારમાં લાશ મળી છે. નેઝલ કેરીવાળા નામના જિમ ટ્રેનરે કારમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે. પોલીસને તેમની કારમાં ઈન્જેક્શન અને સ્ટીરોઈડના દવાની બોટલ મળી આવી છે. ત્યારે જિમ ટ્રેનરે સ્ટીરોઈડનો ઓવરડોઝ કરીને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે.
મોડી રાત્રે 11.30 વાગ્યે અડાજણ વિસ્તારમાં એક કારમાં એક શખ્સ દેખાયો હતો. આ શખ્સ લાંબા સમયથી હોન્ડા કારમાં એક જ અવસ્થામાં બેસી રહેલો સ્થાનિક લોકોને દેખાયો હતો. જેથી લોકોએ તપાસ કરતા તે મૃત હોવાનું જણાવ્યું હતું. તેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કર્યું તો, મૃત વ્યક્તિ ઉઘના વિસ્તારનો જિમ ટ્રેનર નેઝલ કેરીવાળા (ઉંમર 34 વર્ષ) હોવાનું ખૂલ્યું હતું. તેની કારમાંથી ઇન્જેક્શન અને અન્ય નશાકારક દ્રવ્ય પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : વડોદરામાં કોરોના કેસના સત્તાવાર અને બિનસત્તાવાર આંકડામાં મોટો ફેરફાર
હત્યા કે આત્મહત્યા
પોલીસે કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે કે, આ આત્મહત્યા છે કે હત્યા. કારણ કે, નેઝલની કારનો એક બાજુનો કાચ પણ તૂટેલો હતો. ત્યારે પોલીસને એવી પણ શક્યતા છે કે, નેઝલ કારમાંથી ઉતરીને હોસ્પિટલ સુધી જઈ શક્યો ન હતો.
નેઝલના લગ્ન ડિસેમ્બર 2008માં થયા હતા. તેણે ઉઘના ત્રણ રસ્તા પાસે 2018માં જીમ શરૂ કર્યું હતું. નેઝલ વૈભવી પરિવારનો હોવાનું કહેવાય છે. તેને સંતાનમાં બે બાળકો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
આ પણ વાંચો : સુપ્રિમ કોર્ટનો ગુજરાતના નેતાઓને મોટો ઝટકો, પેન્ડિંગ 92 કેસો ફટાફટ ચાલશે