રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાની લોકસભા બેઠક પર ભાજપ કોગ્રેસ બંનેએ ઉમેદવારો જાહેર કર્યા છે. કોગ્રેસના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે વડોદરામાં ભાજપે પણ વિજય સંકલ્પ સંમેલન યોજી પ્રચારની શરૂઆત કરી છે. ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી હાજરી આપી કાર્યકર્તાઓને કામે લાગી જવા આદેશ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કારેલીબાગ અંબાલાલ પાર્ક મેદાનમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં વડોદરા લોકસભા બેઠકના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરોએ જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કર્યું હતું.


અમદાવાદ: Ph.Dમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રોફેસરે કરી અભદ્ર માગણી


ભાજપના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમને ગત વર્ષ કરતા બમણાં મતની લીડથી લોકસભા ચૂંટણીમાં આ વખતે જીતીશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સાથે જ ફરીથી મોદી સરકારને જીતાડીશું તેવો સંકલ્પ લેવડાવ્યો હતો.



જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, સમગ્ર રાજયમાં ભાજપ વિજય સંકલ્પ સંમેલનો યોજી રહી છે. ત્યારે કોગ્રેસ હજી ઉમેદવારો શોધવામાં ફાંફાં મારી રહી છે. સાથે જ રાહુલ ગાંધીએ ગરીબોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી જે મામલે જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીને બાળક સાથે સરખામણી કરી હતી. અને કહ્યું હતું બાળક હવામાં ફોગાળા મારે છે.