કેતન બગડા, અમરેલી: લોકસભા ચૂંટણીની શરૂઆત થવાને હવે થોડાક દિવોસ બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પ્રચારને લઇને રાજકીય નેતાઓના વિવાદાસ્પદ ભાષણો પણ શરૂ થઇ ગયા છે. તેને લઇ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જીતુ વાઘાણી નહેરૂ ગાંધી પરિવાર પર વિવાદાસ્પદ નિવેદન આપતા નજરે પડી રહ્યાં છે. જેમાં તેમણે નહેરૂ ગાંધી પરિવારને જુઠ્ઠો કહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર


અમરેલીના લાઠી ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલન અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ નહેરૂ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, આખો પરિવાર જુઠ્ઠો છે. સતત જુઠ્ઠુ બોલતા આ પરિવારમાં રાહુલ, તેની દાદી, નહેરૂ અને હવે બાકી રહ્યું તો બહેન પણ આવી ગઇ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...