અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચાર કરે એમાં કંઈ ખોટુ નથી: જીતુ વાઘાણી
વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધાનું આયોજન કરાયુ જેનુ ઉદઘાટન ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યુ હતું. કરાટે સ્પર્ધામાં 5 દેશના 800 જેટલા સ્પર્ધકો ભાગ લેવા આવ્યા છે. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરના રાધનપુરથી ચૂંટણી લડવાને લઈ આડકતરી રીતે સમર્થન કર્યુ
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધાનું આયોજન કરાયુ જેનુ ઉદઘાટન ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યુ હતું. કરાટે સ્પર્ધામાં 5 દેશના 800 જેટલા સ્પર્ધકો ભાગ લેવા આવ્યા છે. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરના રાધનપુરથી ચૂંટણી લડવાને લઈ આડકતરી રીતે સમર્થન કર્યુ. જીતુ વાઘાણીએ કહ્યુ કે અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચાર કરે એમાં કંઈ ખોટુ નથી.
આ પણ વાંચો:- રાજ્યમાં એલર્ટને પગલે વડોદરા રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોનું ચેકિંગ
ભૂતકાળમાં જે લોકોએ પોતાની બેઠક પરથી રાજીનામું આપ્યુ છે. તેઓ ત્યાંથી જ ચૂંટણી લડયા છે અને જીત્યા પણ છે. રાધનપુરથી કોને ટીકીટ મળશે તેનો અંતિમ નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડે લેશે. જ્યારે રાજયમાં વડોદરા સહિત અનેક કોગ્રેસ જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં જે રીતે ભંગાણ પડી રહ્યુ છે તે મામલે જીતુ વાઘાણીએ કોગ્રેસનો આંતરિક મામલો ગણાવ્યો. સાથે જ કોગ્રેસ પર પોતાનુ ઘર ન સાચવવાનો આરોપ લગાવ્યો...તેમજ કોગ્રેસ પાસે સક્ષમ નેતાગીરી ન હોવાનો કટાક્ષ પણ કર્યો.
જુઓ Live TV:-