કિંજલ મિશ્રા / અમદાવાદ: પ્રદેશ કાર્યાલય ખાતે અમિત શાહ દિવ દમણ અને દાદરા નગર હવેલી લોકસભા વિસ્તારના ભાજપના આગેવાનો અને ગુજરાત લોકસભા સમિતિના સભ્યો સાથે મુલાકાત કરીને ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું હતું. સૂત્રોની જો વાત માનીએ તો દાદરા નગર હવેલીની રાજકીય સ્થિતિ ખાડે ગઈ હોવાની રજુઆત અમિત શાહ સમક્ષ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લીધા અને બાદમાં સત્તા સોંપવામાં આવી હતી જેને લઈને ભાજપના જ આંતરિક ઝઘડો ચાલી રહ્યો છે અને સ્થાનિક સ્તર પર ભારે નારાજગી રહી છે અને સંકલનનો પણ અભાવ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસમાં ભડકો, રાજ્યગુરૂના રાજીનામા બાદ પ્રદેશ કાર્યાલયમાં હંગામો 


ભાજપમાં લોકસભાની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ તો કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ


તો લોકસભા સમિતિની સાથે પણ મુલાકાત કરી છે તો કેટલાક કોંગ્રેસના સભ્યો કે જે ભાજપમાં જોડાયા હતા. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ગુસ્સે થઈ ગયા હોવાની ઘટના બની હતી. વિસનગર તાલુકા પંચાયત 1 મતથી ભાજપે ગુમાવી એ સમયે 6 સભ્યોને ભાજપમાં લાવવા પ્રયાસ થયા હતા. પરંતુ 5 સભ્યો જ ભાજપમાં આવ્યા અને એક મતથી ભાજપે તાલુકા પંચાયત ગુમાવી હતી તો આ 5 સભ્યોને ભાજપના ખેસ પહેરાવવાના હતા. આ સમયે કોઈ કારણોસર જીતુ વાઘાણી ગુસ્સે થઈ ગયા હતા અને ગુસ્સો મહામંત્રી કે સી પટેલ પર ઠાલવ્યો હતો. અને બાદમાં વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલની હાજરીમાં ખેસ પહેરાવી દીધા હતા અને તુરત જ રવાના થઈ ગયા હતા.