રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ત્રણેક વર્ષ અગાઉ મુંબઈ રહેતી યુવતીને પોતાના નામની ખોટી આઈડી મારફતે પ્રેમજાળમાં ફસાવી બે વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીના ફોટો વાયરલ કરી સગાઈ તોડાવનાર યુવક સામે કચ્છમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે જણાવ્યું કે યુવતીએ લગ્ન કરવા કરેલાં આગ્રહના પગલે યુવકે પોતે મુસ્લિમ હોવાનું જણાવી યુવતીને ધર્મ પરિવર્તન કરાવી લેવા દબાણ કરેલું. પરંતુ યુવતીએ તેની સાથેના સંબંધનો અંત આણી દીધો હતો. છતાં, યુવક સતત તેને પરેશાન કર્યાં કરતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતો તૈયાર રહેજો! લાભ પાંચમથી સરકાર કરશે આ પાકોની ટેકાના ભાવે ખરીદી, બોનસ પણ આપશે!


ગુનાની પ્રાથમિક વિગતો મુજબ મૂળ માંડવી તાલુકાના ગોધરા ગામનો એક પરિવાર વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલો. ત્રણેક વર્ષ અગાઉ પરિવારની પુત્રી ફ્રી ફાયર મેક્સ નામની ઓનલાઈન ગેમ રમતાં રમતાં જીગર નામની આઈડી ધરાવતાં અન્ય એક પ્લેયરના કોન્ટેક્ટમાં આવેલી. યુવતી ઘણીવાર જીગર નામના પ્લેયર સાથે મળીને ગેમ રમતી હતી. બાદમાં બેઉ વચ્ચે સ્નેપચેટ પર ચેટિંગ શરૂ થયેલું. જીગર પોતે મંદિરમાં દર્શન કરતો હોય તેવા ફોટો અવારનવાર યુવતીને મોકલતો હતો. વર્ચ્યુઅલ સંપર્ક વાસ્તવિક મુલાકાત બાદ પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો.


તૈયારી ચાલુ રાખજો! ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી અંગે મોટા સમાચાર; 4 ફેઝમા કરાશે ભરતી


યુવતીએ લગ્નનો આગ્રહ કરતાં અસલિયત છતી કરી!
મુંબઈમાં બે વખત જીગરે યુવતી એકલી હોય ત્યારે તેના ઘેર જઈને તેની મરજીથી શારીરિક સંબંધ બાંધેલો. બાદમાં યુવતીએ તેને લગ્ન કરી લેવા માટે આગ્રહ કરવાનું શરૂ કરેલું. ત્યારે, યુવકે ભાંડો ફોડ્યો હતો કે પોતે જીગર નહીં પણ જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ (રહે. કાલથણ, પૂણે, મહારાષ્ટ્ર) છે. અપરિણીત જીયાદે યુવતીને નિકાહ માટે ધર્મ પરિવર્તન કરી લેવા જણાવેલું પરંતુ યુવતીએ તેની સાથેના સંબંધનો અંત આણી દીધો હતો.


ગુજરાતમાં અહીં રેલ રોકો આંદોલન! રેલવે વિભાગના આ નિર્ણયને લઈ ગામે ગામ રોષ ફેલાયો


યુવતીએ સંબંધ કાપી નાખ્યા બાદ પણ જીયાદે તેની સાથે મનમેળ કરવા સતત પ્રયાસરત રહેતો હતો. તેનાથી કંટાળીને યુવતીનો પરિવાર બેએક વર્ષ અગાઉ વતનમાં રહેવા આવી ગયો હતો. અહીં આવીને યુવતીની સમાજના એક યુવક સાથે સગાઈ કરેલી. સગાઈ બાદ યુવતીએ જીયાદનો નંબર બ્લોક કરી દેતાં જીયાદ ઉશ્કેરાયો હતો. જીયાદે યુવતીના ભાઈના નામની ફેક આઈડી બનાવીને તેના જ ભાઈને બહેન સાથેના અભદ્ર ફોટોગ્રાફ મોકલી ઈન્સ્ટાગ્રામ પર પણ વાયરલ કર્યાં હતાં. આ વાયરલ ફોટો અંગે જાણ થતાં યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. જીયાદથી કંટાળીને યુવતી તેની વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા ભુજમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી. બોડાણાએ સમગ્ર ઘટનાક્રમના આધારે વિવિધ કલમો તળે ફરિયાદ દાખલ કરી છે.


ભારે વાવાઝોડાના એંધાણ..! આ જિલ્લાઓમાં અંબાલાલની ભયજનક આગાહી, આ વર્ષે તહેવાર બગડશે!


ભારેખમ કલમો તળે FIR, આરોપી રાઉન્ડઅપ
ત્રણેક વર્ષ અગાઉ જીયાદે જીગર નામ ધારણ કરીને પોતાની ઓળખ છૂપાવી મુંબઈમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધેલો ત્યારે તે કિશોર વયની હતી. જેથી પોલીસે જીયાદ વિરુધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ ૨૦૨૧ની કલમ ૪ અને પોક્સો એક્ટની કલમ ૪૬ અને ૧૦ હેઠળ ગુનો નોંધ્યો છે. એ જ રીતે, ઈપીકો કલમ ૩૭૬ (૨) (એન), ૫૦૬ તથા યુવતી અનુસૂચિત જાતિની હોઈ એટ્રોસીટી એક્ટની કલમો લગાડી છે. ઉપરાંત, યુવકે ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયા પર અનુચિત ફોટો વાયરલ કરતાં આઈટી એક્ટની કલમ ૬૬ સી, ૬૬ ડી, ૬૬ ઈ અને ૬૭ પણ લગાડી છે. પોલીસની એક ટીમ અન્ય ગુનાની તપાસના કામસર મુંબઈ બાજુ હોઈ આ બનાવની જાણ કરતાં પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.