ઝી બ્યુરો/આણંદ: ગુજરાતમાં વધુ એક પેપરલીકની ઘટના સામે આવી છે. જી હાં...ગુજરાતમાં હવે પ્રાથમિક ધોરણમાં પણ વાર્ષિક પરીક્ષાનાં પેપર ફૂટવા લાગ્યાં છે. આણંદના મોગરીની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધોરણ 8નાં તમામ પેપર ફૂટતાં હડકંપ મચી જવા પામ્યો છે. જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધોરણ 8ના પેપર ફૂટવાની ઘટનાને સંસ્થાએ પણ વાતને સ્વિકારી છે. શાળાના વ્યવસ્થાપકે કહ્યું વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયારી કરતાં રહેજો! તલાટીની પરીક્ષાની નવી તારીખ જાહેર, 17 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદના મોગરી ખાતે આવેલ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય(બ્રહ્મજ્યોત) નામની ખાનગી શાળામાં પેપર ફુટ્યુ હોવાનું સામે આવ્યું છે. ધો. 8ના તમામ પેપર ફુટવાની ઘટના સામે આવતા વાલીઓએ ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ તરફ વાલીઓના વિરોધ બાદ હવે શાળા તંત્ર કામે લાગ્યુ છે. આ સાથે સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાત સ્વીકારી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 


દારૂ અહીં નહિ, અહિયાંથી 500 મીટર દૂર મળે છે, દારૂડિયાઓથી કંટાળીને અહીં લાગ્યા બોર્ડ


આ ઘટના સંદર્ભે જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વ્યવસ્થાપક ઉર્જાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે પેપર ફૂટ્યું છે એ વાત સાચી છે. આ સાથે હવે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે. પેપર ફૂટવાની ઘટનાને લઈ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, નડીયાદના પ્રિન્સીપાલે આ પેપર લીક કર્યું છે. જોકે વાલીઓના ભારે વિરોધ બાદ શાળા તંત્ર કામે લાગ્યુ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. 


રખડતા ઢોર પર નિયત્રંણ લાવવા AMC એ બનાવી નવી પોલિસી, પરમીટ અને લાયસન્સ લેવું ફરજીયાત