અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ભારતીય સેનામાં જોડાઇને દેશ સેવા કરવા માંગતા ગુજરાતના યુવાનો માટે સોનેરી તક આવી છે. ભારતીય સેનાના અમદાવાદ વિભાગ દ્વારા આગામી 12 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમ્યાન સાંબરકાંઠાના હિંમતનગરમાં ભરતી મેળો યોજવાની જાહેરાત કરાઇ છે. જે માટે 29 જુનથી 12 ઓગષ્ટ સુધી ખાસ નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. ભારતીય સેનાના અધિકારીઓને આશા છે કે, સોલ્જર જનરલ ડ્યુટીમાં આવતી વિવિધ જગ્યાઓ માટેના આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં ગુજરાતના યુવાનો જાડાશે અને તમામ પ્રક્રિયા પાર કરીને સેનાનો હિસ્સો બનશે.


નવસારીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ : ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોએ સ્થળાંતર કર્યું


  • જોડાવા માટે રજિસ્ટ્રેશન www.joinindianarmy.nic.in વેબસાઇટ પરથી કરી શકાશે. 

  • યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે સેનાના અનેક પ્રયત્નો

  • એનસીસીના વિવિધ સર્ટીફિકેટ ધરાવતા યુવાનો માટે ખાસ તક

  • ત્રણ પ્રકારના ફિઝીકલ ટેસ્ટ પાસ કરવી જરૂરી

  • ફિઝીકલ ટેસ્ટ પાસ કર્યા બાદ જ લેખિત કસોટી

  • સોલ્જર જનરલ ડ્યુટી સહિતની વિવિધ જગ્યા માટે થશે ભરતી

  • પાસીંગ રેશિઓ વધારવા માટે સૈન્ય અને સરકારના પ્રયત્નો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિસ્તથી ભરેલા એક સૈનિકના જીવનને જીવવાનો મોકો ગુજરાતના યુવાનોને મળી શકે છે. અને તેના માટે ભારતીય સૈન્યના અમદાવાદ વિભાગ દ્વારા રાજ્યના 21 જિલ્લા અને 2 કેન્દ્રશાષિત પ્રદેશો માટે ખાસ ભરતી મેળાનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત ઇન્ડિયન આર્મી દ્વારા આગામી 12 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર દરમ્યાન હિંમતનગરમાં ભરતી મેળો યોજાશે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતના યુવાનોના સૈન્યમાં ઓછી સંખ્યાં જોડાવા અંગે અને વાતો ચાલતી આવે છે. પરંતુ છેલ્લાં બે વર્ષમાં અનુક્રમે 60,000 અને 71,000 યુવાનોએ સેનામાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 2016માં 1300 અને 2017માં 900 જેટલા યુવાનો વિવિધ ટેસ્ટ પાસ કરીને જુદી જુદી જગ્યાઓ પર સેનામાં જોડાઇ પણ ગયા છે. મહત્વનુ છે કે, ભારતીય સેનામાં ભરતી થવા માટે પહેલા તમામ પ્રક્રિયા મેન્યુઅલી કરવામાં આવતી હતી. પરંતુ પાછલા ત્રણ વર્ષથી નોંધણીથી લઇને ડોક્યુમેન્ટેશન અને મેરિટ લિસ્ટ સહિતની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેથી કરીને ભરતી પ્રોસેસમાં સંપૂર્ણ પારદર્શિતા આવવાથી નોકરીની લાલચ આપતા દલાલોનું દૂષણ પણ દૂર થઇ ગયુ છે. ત્યારે એનસીસીના વિવિધ સર્ટીફીકેટ ધરાવતા અરજદારો માટે ભરતી પ્રોસેસમાં ખાસ છૂટછાટ આપવાની વાત પણ કરવામાં આવી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :