રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા કોર્પોરેશનમાં આગામી દિવસોમાં 641 કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં એક સામાજિક કાર્યકર દ્વારા માંગ કરાઈ છે કે, વડોદરા શહેરના જ આધાર પુરાવાઓ ધરાવતા હોય તેવાઓને નોકરીની અગ્રીમતા આપવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 641 કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરાઇ હતી. જેમાં વિધિવત રીતે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, ક્લાર્ક, સેનેટરી ઇન્સ્પેક્ટર વિભાગ, આરોગ્ય વિભાગ સહિત અનેક વિભાગમાં કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ત્યારે સામાજિક કાર્યકર અરવિંદ સીંધા દ્વારા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહની રજુઆત કરાઈ કે, લોકલ બેઝ પર નોકરીની વેકેન્સી હોઇ સ્થાનિક લોકોને જ નોકરી મળે. જે લોકો વડોદરાના જ આધાર કાર્ડ લાયસન્સ ધરાવે છે, તેમને નોકરીની અગ્રીમતા અપાય. કેમકે આપણે લોકલ બેઝ એટલે કે કોર્પોરેશન અંતર્ગત ભરતી કરી રહ્યા છે.


આ પણ વાંચો : સિંહોએ સામ્રાજ્ય વધાર્યું, જે વિસ્તારમાં વર્ષોથી નામોનિશાન ન હતું, ત્યા પગલા પાડ્યા 


તેમણે રજૂઆતમાં કહ્યું કે, ભૂતકાળમાં ભરતી પ્રક્રિયાને લઇને અનેક વિવાદો ઉભા થવા પામ્યા હતા. ત્યારે આ વખતની ભરતી પ્રક્રિયા યોગ્ય રીતે થાય તે જરૂરી છે. શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે આ મામલે કહ્યું કે, સરકારના ધારાધોરણ મુજબ ભરતી કરવામાં આવશે. 85% સ્થાનિક લોકોને ભરતી કરવાના સરકારના નિર્ણયનું પાલન કરવામાં આવે, તો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે કહ્યું કે, ભરતી પ્રક્રિયા સરકારના આદેશ અને નીતી નિયમો મુજબ જ કરવામાં આવશે. વ્હાલા દવલાની નીતિ ને કોઈ જ સ્થાન નથી. હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં ભરતી પ્રક્રિયામાં સરકારના નીતિનિયમોનું કેટલું પાલન થાય છે કે કેમ. એક તરફ શહેરમાં હજારો યુવાનો બેકાર છે ત્યારે યોગ્ય વ્યક્તિને નોકરી મળે તે જરૂરી બન્યું છે.