અમદાવાદ: અમદાવાદમાં શનિવારે ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની હત્યાની ઘટના સામે આવી હતી. જે પછી પોલીસ સામે ઘણાં સવાલો ઊભા થઇ રહ્યા છે. ટીવી પત્રકાર ચિરાગની હત્યાના ચાર દિવસ પછી પણ તેની હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પત્રકાર ચિરાગ પટેલની હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ કોઇ પણ પુરાવો મળ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે કઠવાળા પાસે અવાવરું જગ્યાએથી એક ખાનગી ટીવી ચેનલમાં ફરજ બનાવતા ચિરાગ પટેલની હત્યા કરાયેલી લાશ મળી હતી. સળગાવેલી હાલતમાં મળી આવેલી આ લાશ પાસેથી તેનો મોબાઈલ ફોન નહીં મળતા પોલીસ માટે આ હત્યાનું રહસ્ય ઘૂંટાયું છે.


અનોખા મોદી ભક્ત : એર સ્ટ્રાઈક બાદ ગ્રાહકોને ખવડાવ્યા મફત ‘મોદી પેંડા’


કઠવાળા ટેબલી હનુમાન રોડ પર કેનાલ આવેલી છે. આ કેનાલ પાસેની ખુલ્લી અવાવરું જગ્યાએથી એક યુવકની લાશ મળી આવી હતી. આ રોડ પરથી પસાર થયેલા એક પોલીસ કોન્સ્ટેબલે આ સ્થળે સ્પેલેન્ડર બાઈક શંકાસ્પદ હાલતમાં પડેલું જોયું હતું. આથી તેમણે આજુબાજુ તપાસ કરતા નજીકમાં અવાવરું જગ્યાએ એક યુવકની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી.


બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ : ખેડૂતોની સમસ્યા જાણવા જાપાનથી સુરત આવ્યું પત્રકારોનું ડેલિગેશન


આ અંગે પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમાં સઘન તપાસ કરતા ઘટના સ્થળેથી યુવકનું સ્પેલેન્ડર બાઇક અને આઈ કાર્ડ મળી આવ્યા હતા. જેમાં આ ડેડ બોડી ચિરાગ પટેલ નામના યુવકની હોવાનું જણાયું હતું.


 



પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ પ્રમાણે કોલ ડિટેઈલ મુજબ ચિરાગે તેના મોટાભાઈને રૂપિયા દસ હજારનું આરટીજીએસ કરવા કહ્યું હતું. ત્યારબાદ ચિરાગે કોઈપણ વ્યકતિ સાથે ફોન પર વાત કરી નહોતી. જો કે, ઘટના સ્થળેથી ચિરાગનો મોબાઈલ ફોન પણ મળ્યો નથી. ચિરાગનો ફોન સાંજ પછી બિલકુલ બંધ આવી રહ્યો છે. ત્યારે પોલીસ માટે ચિરાગ પટેલની હત્યાનો ભેદ ઉકેલવો એક પડકાર રૂપ બની ગયો છે. અને પોલીસ પર સોશિયલ મીડિયામાં જસ્ટીસ ફોર ચિરાગ કેમ્પેઇન ચાલવાથી પોલીસ પર દબાણ વધી ગયું છે.