HH Verma Transfer: રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજ એચએચ વર્માની પ્રમોશન સાથે બદલી, આ જિલ્લામાં પોસ્ટિંગ
મોદી અટક માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકાર્યા બાદ ચર્ચામાં આવેલા જજ હરીશ હસમુખ વર્મા (એચએચ વર્મા)ની ગુજરાત સરકારે પ્રમોશન સાથે બદલી કરી છે. સરકાર દ્વારા કુલ 68 જજોની બદલી અને બઢતી આપવામાં આવી છે. જેમાં જજ હરીશ હસમુખ વર્માનું નામ પણ સામેલ છે.
ઝી બ્યુરો/અમદાવાદ: મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સજા સંભળાવનાર સુરતની ચીફ કોર્ટના જજ હરીશ વર્માને બઢતી આપવામાં આવી છે. હવે તેમને રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ) તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા કુલ 68 જજોની બદલી અને પ્રમોશનમાં વર્માનું નામ સામેલ છે. સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા મોદી અટક બદનક્ષી કેસમાં વર્માએ રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં સીજેએમ તરીકે બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી બીજા દિવસે રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી હતી. ગુજરાત સરકાર દ્વારા કરાયેલી બદલીઓ અને પ્રમોશનમાં પાંચ જજોને જિલ્લા ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે.
રાહુલ ગાંધીની અપીલની સુનાવણીમાં સલમાન ખાન અને હાર્દિક છવાયા, જાણો કેમ ન અપાઈ રાહત
8 મેના રોજ ચાર્જ સંભાળશે
CJMમાંથી ADJ બનેલા HH વર્મા 8મી મેના રોજ રાજકોટમાં ચાર્જ સંભાળશે. પ્રમોશન અને ટ્રાન્સફર બાદ તેઓ હાલમાં જ્યુડિશિયલ એકેડમી, અમદાવાદ ખાતે તાલીમ લઈ રહ્યા છે. એડીજે એચએચ વર્મા મૂળ વડોદરાના છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ શરૂઆતમાં થોડા દિવસ સરકારના કાયદાકીય સચિવ પણ રહી ચૂક્યા છે. આ પછી 2008 માં તેઓ ન્યાયિક સેવામાં આવ્યા.
આનંદો! સરકારે જાહેર કરેલ સહાયનો લાભ લેવા કયા પુરાવાની જરૂર પડશે? આ રીતે કરો અરજી
સુરતના છ જજોની બઢતી
રાજ્યના કાયદા વિભાગ દ્વારા 68 જેટલા ન્યાયાધીશોની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને સજા સંભળાવનાર સુરત ચીફ કોર્ટના જજ હરીશ હસમુખભાઈ વર્મા સહિત સુરત અને જિલ્લાની જુદી જુદી કોર્ટના 6 જજની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. જજ હરીશ વર્માને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચ જજોને જિલ્લા ન્યાયાધીશ તરીકે બઢતી આપી સુરત અને જિલ્લાની વિવિધ કોર્ટમાં બદલી કરવામાં આવી છે. આ યાદીમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ હરીશ હસમુખભાઈ વર્માને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપવામાં આવી છે, તેમની જગ્યાએ સુરતના જજ એમ.આર.ખેરને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
ખેડૂતો માટે મોટા સમાચાર; કમોસમી વરસાદથી નુકસાન અંગે ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
અન્ય ઘણા ન્યાયાધીશોને પ્રમોશન
સુરત સિવિલ કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ પરેશ કુમાર પટેલને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના 18માં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપવામાં આવી છે. સુરત લેબર કોર્ટના જજ નરેશ શાહની સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બારડોલી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ ઉત્તમ કુમાર સિંધીને બારડોલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના 17માં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપવામાં આવી છે.
જુગારની શોખીન પરણિત મહિલા પ્રેમમા પડી, પ્રેમી માટે પતિ છોડ્યો આખરે બધુ ગુમાવી પસ્તાઈ
સુરત જિલ્લા કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને જિલ્લા કોર્ટ જામનગર અને સુશ્રી સુરત સ્મોલ કોઝ કોર્ટના ચોથા અધિક જિલ્લા ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. બિંદુ ગોપીકિશન અવસ્થીને કચ્છ જિલ્લાની અંજાર કોર્ટના અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.