ભાવિન ત્રિવેદી, જુનાગઢ: જૂનાગઢ એલ.સી.બી. પોલીસે પાદરીયાની સીમ વિસ્તારમાંથી દારૂનું કટીંગ થાય તે પેહલા દારૂની 444 પેટી સાથે ટ્રક આઈસર અને પીકઅપ વાહન મળી કુલ 41.98 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાદરીયા ગામના નગા સરમણ રબારી અને અલ્પેશ સરમણ રબારી નામના બે સગા ભાઇઓએ વીદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું કટીંગ કરવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા એલ.સી.બી.પોલીસે નગા રબારીના ખેતરમા રેડ કરી હતી. જેમા ટ્રક ઉપર ઇરીગેશનના પાઇપ નીચે લોખંડના પતરા વડે વેલ્ડિંગ કરીને બનાવેલ ચોર ખાનામાંથી વીદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


જેમાં 21.78 લાખની કિંમતનો 444 પેટી ( 5328 બોટલ ) દારૂ તેમજ 19 લાખના ત્રણ વાહનો મળી કુલ 41.98 લાખનો દારૂ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બંને શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube