BANK ઓડિટમાં ગણતરી વખતે મળી આવી કરોડોની બાળકોની રમવાની નોટો, અધિકારીઓ રહી ગયા સ્તબ્ધ
જૂનાગઢ (Junagadh) શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (Bank) માં કરોડો રૂપીયાનું કૌભાંડ (Scam) સામે આવતા શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના મામલે જૂનાગઢ (Junagadh) બી.ડિવિઝન પોલીસ સટેશન (Police Station) માં ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંની કેશ વોલ્ટમાં કરોડો રૂપિયા કેશ પડી હતી.
ભાવિન ત્રિવેદી, જુનાગઢ: જૂનાગઢ (Junagadh) શહેરના ઝાંઝરડા રોડ પર આવેલ ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (Bank) માં કરોડો રૂપીયાનું કૌભાંડ (Scam) સામે આવતા શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના મામલે જૂનાગઢ (Junagadh) બી.ડિવિઝન પોલીસ સટેશન (Police Station) માં ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંની કેશ વોલ્ટમાં કરોડો રૂપિયા કેશ પડી હતી.
તે રૂપિયામાં બાળકોને રમવાની ચીલ્ડ્રનની નોટો ઘુસાડી દેવામાં આવી હતી. એક બે નહિ પરંતુ 1.30 કરોડની નોટો ઘુસાડી દેવામાં આવી હતી. જયારે સુરતથી બેંકના અધીકારીનું ઓડીટ આવતા સમગ્ર કૌભાંડ (Scam) નો મામલો સામે આવ્યો હતો.
Ahmedabad માં કોરોના કેસ મામલે મોટા સમાચાર, ચૂંટણી બાદ તંત્ર થયું એલર્ટ
બેંક (Bank) ના ઓડિટ સમયે રૂપિયાની ગણતરી કરતા તેમાંથી બાળકોને રમવાની નોટો મળી આવતા તમામ રૂપીયાના બંડલો ચેક કરતા તેમાંથી 1.30 કરોડની બાળકોને રમવાની નોટો મળી આવતા સમગ્ર મામલે બી.ડીવીઝન પોલીસમાં બેંક હેડ હિમાંશુ મહેન્દ્ર ભારકડા એ ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ તપાસમાં ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજર સુનીલ સિદ્ધિપ્રસાદ ઘોસનું નામ સામે આવ્યું હતું અને સટ્ટામાં રૂપીયા ગુમાવ્યા બાદ બેંકના કેશ વોલ્ટમાંથી રૂપીયા કાઢી લીધા હતા.
GTU ના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઇકને બનાવી દીધી ઇલેક્ટ્રિક બાઇક, 25 પૈસા પ્રતિ કિમી ખર્ચ
હાલ બેંક સાથે છેતરપિંડી કરનાર મેનેજર સુનીલ ઘોસની ધરપક્કડ કરી લેવામાં આવી છે ત્યારે આ ચિલ્ડ્રન નોટ અમેજોનમાંથી ઓન લાઈન મંગાવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર બેંક મેનેજર પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે અને પોલીસે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી અને વધુ તપાસ શરૂ કરી કે આ કૌભાંડમાં હજુ કોઈ સામેલ છે કે નહિ તે દીશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube