જૂનાગઢ: મીડિયા કર્મી પર લાઠીચાર્જ મામલે 1 PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં હતા. SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસપેન્ડ કરવાની માગ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં હતા. જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હનીફ ખોખર/જૂનાગઢ: મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં હતા. SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસપેન્ડ કરવાની માગ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં હતા. જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
A ડિવિઝનના PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સ્વામિનારાયણ ચૂંટણી દરમ્યાન મીડિયા પર પોલીસ દમન મામલે સરકારના આદેશની જૂનાગઢ રેન્જ IG સુભાષ ત્રિવેદીએ એક જ દિવસમાં પગલા ભર્યા છે. વર્દીનો રોફ જમાવી મીડિયા સામે ગુંડાગર્દી આચરી હુમલો કરનારા ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા કર્મીઓમાં જૂનાગઢ એ ડિવિઝન ડી સ્ટાફ PSI જે. પી. ગોસાઈ અને બે કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
ખાતર કૌભાંડ: ખેડૂતોએ ખરીદેલા ઓછા વજનવાળા ખાતરને બદલી આપવાના આદેશ
આ મુદ્દે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ચૂંટણી બાદ મંદિરના પ્રાંગણમાં એક દુખદ ઘટના બની હતી, આ ઘટનાની સરકારે અને પોલીસ વિભાગે ગંભીર નોંધ લીધી, અને વીડિયો ફૂટેજનો અભ્યાસ કરી તેનો રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં પ્રાથમિક તપાસમાં ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલી રહી છે.
જામનગર: લોખંડની પાઇપ મારી કાકાએ જ ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ
તમને જણાવી દઈએ કે, વડતાલ તાબાના જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. મતદાન સમાપ્ત થયા બાદ તુરંત જ પોલીસે મીડિયા પર હુમલો કર્યો હતો. જેમાં મીડિયા કર્મીને પોલીસ દ્વારા લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કર્યો હતો.