ઝી બ્યુરો/ગીર સોમનાથ: ગીર જંગલમા એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા અને તેની સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કર્યો છે. જેને લઈ આ તમામ ગામના ખેડૂતો વિરોધ પ્રકટ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SG હાઈવે પર ખેલૈયાઓને નહીં પડે આ મુશ્કેલી! વાંચી લો અ'વાદ પોલીસ કમિશનરનું જાહેરનામું


આજે મેંદરડાનાં 21ગામના ખેડૂતોએ 4 કિ.મી ચાલીને રેલી કાઢી મામલતદારને આવેદન આપી ઇકો ઝોન કાયદાનો વિરોધ દર્શાવ્યો છે. તમામ ગામના ખેડૂતો રોષે ભરાયાં છે અને જરૂર પડ્યે ગાંધીનગર સુધી જવાની ચીમકી પણ આપી રહ્યાં છે.


ચૂંટણી પરિણામના દિવસે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ! ટાંકી ફૂલ કરાવતા પહેલાં કરો ચેક


ઇકો ઝોન હેઠલ આવતા ગામના ખેડૂતોનું કહેવું છે કે  ખેડૂત તો ગીરનું રક્ષણ કરે છે, તો શા માટે આ કાયદા હેઠળ ગામોને લાવી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઇકો ઝોન કાયદા હેઠળ આવતા ગામોમાં ખેડૂતો પોતાના જ ખેતરમાં નાની નાની સુવિધા ઊભી કરવા માટે પણ વન વિભાગની મંજૂરી મેળવવા લાચાર બનશે. જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ માં ઇકો ઝોનm હૅઠલ આવતા ખેડૂતોનો ગામેગામ ઉઠી રહ્યો છે. જગતનો તાત સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે "ઇકો ઝોન નો કાયદો હટાવો ખેડૂત બચાવો."


હરિયાણાના ચોંકાવનારા પરિણામો વચ્ચે દેશમાં હડકંપ! ઠપ થઈ આ સોશિયલ મીડિયા એપ, ધડાધડ Log