જૂનાગઢઃ સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા, ભક્તોમાં શોકની લહેર
બનુઆઈના નિધનના સમાચાર મળતા જ દેશ વિદેશમાં ચારણ સમાજ અને તેમના ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનુઆઈને મંગળવારે સમાધી અપાશે.
જૂનાગઢઃ જૂનાગઢના મઢડા ગામમાં ચારણ કુળના સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા છે. તેમના નિધનના સમાચાર મળતા દેશ વિદેશમાં ચારણ સમાજ અને તેમના ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનુઆઈને મંગળવારે સમાધી અપાશે. તેમના દેવલોક પામ્યાના સમાચાર મળ્યા બાદ લોક ગાયક કીર્તિદાન ગઢવીએ શોક વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે સોનલ માતાજીના બહેન બનુઆઈ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.
જૂનાગઢના જિલ્લામાં આવેલું છે મઢડા ધામ
જૂનાગઢ શહેરથી 30 કિમી દૂર આવેલ મઢડા ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર છે. માત્ર 700 જેટલી વસ્તી ધરાવતું આ ગામ ભક્તોની આસ્થાનું ધામ છે. અહીં હંમેશા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે.
મંદિરમાં બિરાજીત આઈ સોનલ માંની દયામયી મૂરતના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસતું પરમધામ છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયા ભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપર શ્રધ્ધા ધરાવે છે. માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાથી મળી રાહત, છેલ્લા 24 કલાકમાં 1040 કેસ, 14 મૃત્યુ
કીર્તિદાન ગઢવીએ આપી શ્રદ્ધાંજલિ
સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડવાના સમાચાર મળતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ આપી છે. બનુઆઈના નિધનના સમાચાર મળતા ભક્તોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube