જૂનાગઢના મોટા હડમતિયા ગામમાં `જંગલનો રાજા` પાછો પડ્યો, બળદે ઉંધી પૂંછડિયે ભાગવા મજબૂર કર્યા
જોકે, આ વીડિયો ગુજરાતના જૂનાગઢ જિલ્લાના મોટા હડમતિયા ગામનો છે, જ્યાં રાત્રી દરમિયાન `જંગલનો રાજા` રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. જ્યાં ગામમાં તેમનો સામનો ખેડૂતના બળદ સાથે થયો હતો. શિકારની શોધમાં રખડતા બંને સિંહોએ બળદને એકલા જોતા જ તેના પર હુમલો કરવા આગળ વધ્યા હતા.
Lion-Ox Viral Video: સિંહને 'જંગલનો રાજા' (King Of Jungle) કહેવામાં આવે છે. એકવાર સિંહ તેના શિકારને જોયા પછી, તેનાથી બચવું લગભગ અશક્ય બની જાય છે. પરંતુ ગુજરાતમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બે સિંહો ભેગા મળીને એક બળદનો શિકાર કરી શકતા નથી. ઊલટું, બળદે સિંહોને પૂંછડી દબાવીને ભાગવા માટે મજબૂર કરી નાંખ્યા હતા. જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામમાં 21 તારીખે રાત્રિના શિકારની શોધમાં ઘૂસી આવેલા સિંહની જોડી એક બળદનો શિકાર કરી શકી ના હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સિંહ-સિંહણની જોડી પણ એક બળદનો શિકાર કરવામાં નિષ્ફળ રહેતા આશ્ચર્ય ફેલાયું છે.
જોકે, આ વીડિયો ગુજરાતના જૂનાગઢ જિલ્લાના મોટા હડમતિયા ગામનો છે, જ્યાં રાત્રી દરમિયાન 'જંગલનો રાજા' રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. જ્યાં ગામમાં તેમનો સામનો ખેડૂતના બળદ સાથે થયો હતો. શિકારની શોધમાં રખડતા બંને સિંહોએ બળદને એકલા જોતા જ તેના પર હુમલો કરવા આગળ વધ્યા હતા.
સિંહોને પીછેહઠ કરવાની ફરજ પડી!
પરંતુ ભગવાનને કંઈક બીજું મજૂર હશે, તેમ બે સિંહો એક સાથે બળદ પર હુમલો (Lion And Ox Fight Video) કરે તે પહેલાં (સિંહ અને બળદની લડાઈનો વીડિયો), બળદ સાવધાન થઈ ગયો હતો. તેણે શિંગડાથી વળતો હુમલો કરવાની તૈયારી પણ કરી. બળદ ડર્યા વિના તે બંને સિંહોની સામે મક્કમતાથી ઉભો રહ્યો અને સિંહોને પાછળ ધકેલ્યા હતા.
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં એક ગામમાં બે સિંહો કેવી રીતે પ્રવેશે છે. તેનો સામનો એક બળદ સાથે થાય છે. બંને સિંહો તેનો શિકાર કરવા બળદની નજીક જાય છે, પરંતુ બળદ તેના શિંગડા વડે તેનો બચાવ કરે છે. બળદ ત્યારબાદ આક્રમક બની જાય છે અને સિંહોને ભગાડવામાં સફળ થાય છે.
બળદ દ્વારા સિંહોને ભગાડવાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. બળદે શિકારની શોધમાં આવેલા બન્ને શિહોમાંથી એકને પણ ચાલવો દીધો નહોતો અને મજબૂર થઈને પાછા ફર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ગામમાં આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે. નોંધનીય છે કે ગીર જંગલની આસપાસના ગામડાઓમાં સિંહો અવારનવાર રાત્રી દરમિયાન આવીને પશુઓનો શિકાર કરે છે. પરંતુ આ પ્રકારનો સીસીટીવી પહેલીવાર સામે આવ્યો છે જ્યાં સિંહો શિકાર કર્યા વગર જ નીકળી ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube