ભાવિન ત્રિવેદી/જૂનાગઢ: જૂનાગઢમાં કોઈ એક યુવકે ચાલુ બાઈકે હાથમાં રિવોલ્વર કાઢીને રસ્તા પર નીકળી સીન સપાટા કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે, ત્યારે આ એક પોલીસ તપાસનો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો અખતરો કર્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવા માટે જૂનાગઢના યુવાને જાહેર રોડ ઉપર રિવોલ્વર બતાવી હતી. જેમાં એક હાથે યુવાન બાઈક ચલાવતો દેખાઈ છે અને બીજા હાથને પોતાના પેન્ટના ખિસ્સામાં નાખી તેમાંથી રિવોલ્વર કાઢીને જાહેરમાં તેનું પ્રદર્શન કરે છે.


બાઈક પર યુવાને રિવોલ્વર હાથમાં રાખીને વીડિયો બનાવ્યો હતો અને રિવોલ્વર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવાન કોણ છે અને તેની પાસે રહેલી રિવોલ્વર અસલી છે કે નકલી તે પોલીસ તપાસનો વિષય છે.


સી ડિવિઝન પોલીસની મોટી કાર્યવાહી
જૂનાગઢની આ ઘટનામાં હથિયાર સાથે વીડિયો બનાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. રિવોલ્વરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રિવોલ્વર લઈ બુલેટ પર બેસી વીડિયો બનાવ્યો હતો. હર્ષ દાફડા નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. યુવક સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. LCB પોલીસે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ચેક કરી આરોપી હર્ષ દાફડાને રિવોલ્વર બુલેટ અને મોબાઇલ સાથે કૂલ રૂપિયા 1 લાખ 55 હજાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube