ભાજપના નવા ચૂંટાયેલા સાંસદે બતાવ્યા તેવર : 5 વર્ષ મને જે નડ્યા છે, એમને હું મૂકવાનો નથી
Junagadh MP Rajesh Chudasama Controversial Statement : જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ખુલ્લી ધમકી, 5 વર્ષ મને જે નડ્યા છે એમને મુકવાનો નથી, ભાજપ હિસાબ કરે કે ના કરે હું મુકવાનો નથી, પ્રાચી ખાતે અભિવાદન કાર્યક્રમમાં આપ્યું નિવેદન
Junagadh News : લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા હતા. ત્યારે પ્રાચીમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા છે એમને મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે ક ન કરે હુ મુકવાનો નથી.
રાજેશ ચૂડાસમાએ તેમના રાજનૈતિક વિરોધીઓ માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેને લઇને ચર્ચા ઉઠી છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી છે. પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં તેમણે ધમકીભર્યુ નિવેદન આપ્યું છે. તેમણે વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યું કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી. મારા ખાલી પત્રથી જિલ્લાઓમાં બદલીઓ થઈ જાય છે.
ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયા
ઉમેદવાર જાહેર કરાતા થયો હતો વિરોધ
જૂનાગઢ બેઠક ઉપરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની જાહેરાત કરાતા જ ભાજપમાં આંતરિક વિરોધ થયો હતો. રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા અર્થે હવે જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં ગીર-સોમનાથ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજુઆત પણ કરી હતી. વેરાવળના ડો અતુલ ચગ આપઘાત પ્રકરણમાં પણ રાજેશ ચુડાસમાનું નામ જોડાયું હતુ, જેથી તેમને ઉમેદવાર તરીકે બદલવા માંગ ઉઠી હતી.
અડધા ગુજરાતમાં આજે વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે મેઘો વરસશે