Junagadh News : જૂનાગઢમાં હિટ એન્ડ રનમાં ત્રણ મિત્રોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. ઈકો કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માણાવદરના એક અને બાંટવાના બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. મોડી રાતે આ ઘટના બની હતી, જેમાં એક ઈકો કાર બાઈકને ફંગોળીને નીકળી ગઈ હતી. ત્યારે આ ઘટનાના આરોપી વાન ચાલકે આપઘાત કર્યો છે. તેમજ ડરના માર્યે ઈકો કારના ચાલકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સાથે જ આ અકસ્માતના વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોના કોના મોત થયા 


  • બાંટવાના 28 વર્ષના રામ પરેશભાઈ 

  • બાંટવાના ભરત મોરી, 16 વર્ષ 

  • માણાવદરના હરદાસ ઓડેદરા, 34 વર્ષ 


બાટવાના પાજોદ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડી રાતે એક ઈકો કારે બાઈકને ટક્કર મારી હતી. બાઈક પર ત્રણ યુવકો સવાર હતા. કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. ત્યારે ત્રણેય યુવકો નીચે પટકાયા હતા. આમ, ત્રણ જુવાનજોધ યુવકોના મોતથી ગામમાં માતમ છવાયો છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 


હજી કેટલી ગ્રીષ્મા બનશે! સુરતમાં ફરી જાહેરમાં પ્રેમીએ પ્રેમિકા સાથે ખૂની ખેલ કર્યો


સંઘર્ષનું બીજું નામ એટલે બબીતા : પુરુષોના વ્યવસાયમાં એન્ટ્રી કરી રીક્ષા ચલાવે છે