Gir Kesar Mango : ગુજરાતમાં સૌરાષ્ટ્રની કેસર કેરી અને દક્ષિણ ગુજરાતની હાફુસ કેરીનો ચટકો હવે વિદેશીઓને પણ લાગ્યો છે. ત્યારે હવે સ્વાદના શોખીન વિદેશીઓ માટે કેસર કેરી તૈયાર થઈ ગઈ છે. માવઠા બાદ કેસર કેરી માર્કેટમાં પરત ફરી છે. ત્યારે હવે વિદેશમાં સોરઠની કેસર કેરીની વિદેશમાં નિકાસ કરવા 400 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દર વર્ષે જુનાગઢની કેસર કેરી વિદેશમાં પણ જતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતના ખેડૂતો પોતાની કેસર કેરી વિદેશમાં મોકલવા તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુકી છે. ગીરની કેસર કેરી અમેરિકા અને જાપાનમાં પણ ખુબ જ ડિમાન્ડ છે. આ વખતે કેસર કેરીનું ખુબ જ ઓછુ ઉત્પાદન હોવા છતા પણ મોટા પ્રમાણસમાં કેસર કેરીનો નિકાસ થઇ રહ્યો છે. ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આજથી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આગમન થઈ ગયું છે. 


હાશ...! વિધ્ન વગર પૂરી થઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા : ભાવનગરમાં 5ની અટકાયત કરાઈ


નિકાસ માટે તૈયાર ખેડૂતો
400 જેટલા ખેડૂતોએ નિકાસ બહારના દેશોમાં કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાંથી 7.5 મેટ્રીકટન કેશર કેરીની નિકાસ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં નિકાસ થાય તેવી આશા છે. 


આ વર્ષે કેરીનું ઉત્પાદન વધશે
ઉલ્લેખનીય છે કે સોરઠ પંથકમાં 23,333 હેક્ટરમાં આંબાના બગીચાઓ આવેલા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 14,301 હેક્ટર જુનાગઢ જિલ્લામાં 8600હેક્ટર અને પોરબંદર જિલ્લામાં 431 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર કરાયું છે. ગત વર્ષે 1,56,433 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે ૩૦ ટકા ઉત્પાદન વધવાની પણ શક્યતાઓ છે.


જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, મદદનો હાથ લંબાવ્યો


વાતાવરણ વિધ્ન બનશે તો...
દર વર્ષની જેમઆ વર્ષે ખેડૂતોને કેરીના પાક પ્રત્યે આશા જાગી છે. પરંતુ હવામાનના પલટાને કારણે ખેડૂતોને મૂંઝવણમાં મૂકાયા છે. હવામાન વિભાગની આગાહી જોતા જો તાપમાન ઉપર નીચે થાય તો આ વખતે આવેલા કેરીના વૃક્ષો પરના મોરવાઓ ખરી જાય તો કેરી રસિયાઓને મોંઘી અને ઓછી મળશે. પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે મોરવા અને ફણગા વધુ ફૂટત્તા ખેડૂતોની આશા વધી છે. ખેડૂતો ખુશ ખુશાલ છે. ખેડૂતો જો તાપમાન એક સરખું રહ્યું તો આ વખતે દર વર્ષ કરતા પુષ્કળ કેરીઓ આવશે તેવું જણાવે છે. બીજી તરફ આ વખતે કેરીમાં જીવાતો પણ ન પડવાથી ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. 


દીકરીઓ મારી લાડકવાયી દેવની દીધેલ છે : ગુજરાતી ખેડૂત પિતાનું અભિમાન બની 5 દીકરીઓ