ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :આકરા ઉનાળા બાદ આવતા પહેલા વરસાદની મજા જ કંઈ ઓર હોય છે. લોકો કાગડોળે આ વરસાદની રાહ જોઈને બેસ્યા હોય છે. પહેલા વરસાદમાં ભલે બે-ચાર છાંટા પડે, તો પણ દિલ બાગ બાગ થઈ જાય છે. અને જો પહેલા જ વરસાદે ધોધમાર વરસે તો મજા પડી જાય છે. આવામાં સૂકી ભઠ્ઠ નદીમાં વરસાદનુ પહેલુ પાણી કેવી રીતે આગળ વધે તેનો અદભૂત વીડિયો ડ્રોન કેમેરાથી કેદ થયો છે. જેમાં ધીરે ધીરે વરસાદના નીર આગળ વધી રહ્યાં છે તે દેખાઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘેડ પંથકની ઓઝત નદીમાં વરસાદ બાદ નવા નીર આવક થઈ છે. ત્યારે જૂનાગઢની ઓઝત નદીના પહેલા પાણીના દ્રશ્યો ડ્રોન કેમેરાથી અદભૂત રીતે કંડારવામાં આવ્યા છે. 



જૂનાગઢ જિલ્લામાં સારા વરસાદના કારણે અનેક નદી અને ડેમોમાં પાણીની આવક જૉવા મળી રહી છે. કેશોદથી માંગરોળ જતી ઓઝત નદીમાં પાણીની આવક શરૂ થતા ડ્રોન કેમેરાથી પાણીની આવક અદભૂત રીતે જોઈ શકાય છે. આજે સવારથી જિલ્લાભરમા મેઘરાજા ઓળઘોળ છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જૉવા મળ્યો છે.