જૂનાગઢ: જૂનાગઢમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામ સામે થયેલા ગોળીબારમાં છ લોકોને ઇજા થઈ છે. કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરાઈ છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ બંને જૂથ વચ્ચે 20થી વધુ રાઉન્ડ ગોળીબાર થયા હતા. આડેધડ ફાયરિંગમાં ચાર ઘાયલ જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના જાલોર પા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતાં સામસામે 20 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત જૂથ અથડામણ દરમિયાન ઘાતક હથિયારો, રિવોલ્વર, તમંચા, તલવારો, ધારીયા જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને 25 જેટલા તોફાની તત્વોની અટકાયત કરી છે. 


બે દિવસ અગાઉ રાજકોટ-જૂનાગઢ હાઈવે પર એક કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે અન્ય છને ઇજા થઈ હતી. આ બનાવને લઈને સિવિલ હોસ્પિટલમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. બોલાચાલી થઈ હતી પરંતુ ત્યારબાદ વાત વણસી હતી. બંને જૂથ દ્વારા એકબીજા પર ગોળીબાર કરાયો હતો. ત્રણ વ્યક્તિને ઇજા થઈ છે જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના સ્થળેથી 11 ફૂટેલા કારતૂસ જ્યારે 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. દુકાનના શટર પર ફાયરિંગના નિશાન પણ જોવા મળ્યા હતા.