જૂનાગઢ ફોરેસ્ટ વિભાગે સિંહના નખનો બિનકાયદેસર વેપાર કરતી ગેંગનો પર્દાફાશ
માળીયા તાલુકાના ભંડુરી ગામે થી ઝડપાયેલ યુવક પિયુષ રતિલાલ જોશી એ ફેસબુક મારફત સંપર્ક કરીને રાજસ્થાન ના ઝૂનઝૂનુ ના સુલતાનપુર ગામેથી એક વેન્ડર કંપની પાસે થી સિંહના નખ મંગાવ્યા હતા, વન વિભાગે રાજસ્થાન ના સુલતાનપુર માં પણ છાપો મારીને સિંહના નખ સાથે એક યુવકને ઝડપી પડ્યો છે.
હનિફ ખોખર/જૂનાગઢ : જૂનાગઢ ગીર ફોરેસ્ટ વેસ્ટ ટીમે સિંહના નખ સાથે એક એવાકને ઝડપી લીધો છે, માળીયા તાલુકાના ભંડુરી ગામે થી ઝડપાયેલ યુવક પિયુષ રતિલાલ જોશી એ ફેસબુક મારફત સંપર્ક કરીને રાજસ્થાન ના ઝૂનઝૂનુ ના સુલતાનપુર ગામેથી એક વેન્ડર કંપની પાસે થી સિંહના નખ મંગાવ્યા હતા, વન વિભાગે રાજસ્થાન ના સુલતાનપુર માં પણ છાપો મારીને સિંહના નખ સાથે એક યુવકને ઝડપી પડ્યો છે.
પરિક્ષા જ નથી આપી એ યુવરાજસિંહ નેતા, હવે વિદ્યાર્થીઓને રઝળાવી ગાયબ !
દેશમાં વન્ય પ્રાણીઓ અને તેના અવષેશો વેચવા ખરીદવા ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લેભાગુઓ અને શોખ ધરાવતા લોકો ગેરકાયદેસર રીતે ધંધો કરતા હોયે પરંતુ ગુજરાત વન વિભાગ ની સતર્કતાના કારણે સિંહના નખ ખારીવા વેચવા નું એક નેટવર્ક ઝડપી પડ્યું છે, બાતમીના આધારે માળિયાના ભંડુરી ગામે પોસ્ટમાં પાર્શલની ડિલિવરી લેવા આવેલ પિયુષ રતિલાલ જોશી નામના એક યુવકને સિંહના બે નખ સાથે ઝડપી લીધો હતો, ગીર વેસ્ટ ના વન અધિકારી ડી.સી.એફ. ડૉ ધીરજ મિત્તલે માહિતી આપતા જણાવ્યું હતું કે પિયુષ રતિલાલ જોશી પાસે થી સિંહના બે નખ મળ્યા છે જે અંગે તાપસ ચાલી રહી છે ડૉ મિત્તલે વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલ કે ફેસબુક મારફત સંપર્ક કરીને રાજસ્થાન ના ઝૂનઝૂનુ ના સુલતાનપુર ની નેપાલ રુદ્રાક્ષ પોઇન્ટ નામની એક વેન્ડર કંપની પાસે થી સિંહના નખ મંગાવ્યા હતા.
બિન સચિવાલય ક્લાર્કમાં ભીનુ સંકેલાયું,પરીક્ષા પણ નહી,પરિણામ પણ નહી માત્ર લોલિપોપ!
વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની કલમ નંબર 44 સહિતની ધારાઓ નો ચાર્જ લગાવવામાં આવ્યો છે જેમાં વન્ય પ્રાણીઓ ના અંગો અને અવષેશો નો અવૈધ અને ગેરકાયદેસર વેપાર કરવામાં આવતો હોય છે, ડી.સી.એફ. ડૉ ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે વન વિભાગ જુદી જુદી દિશાઓમાં તાપસ કરી રહી છે, યુવકને સિંહના નખ મોકલનાર રાજસ્થાન ના ઝૂનઝૂનુ ના સુલતાનપુર ની નેપાલ રુદ્રાક્ષ પોઇન્ટ નામની વેન્ડર કંપની ઉપ્પર પણ રાજસ્થાન વન વિભાગે છાપો માર્યો છે જ્યાંથી સિંહના કેટલાક નખ સાથે એક શખ્સ ની પણ ધરપકડ કરવામાં આવી છે જે અંગે ગુજરાત વન વિભાગ અને રાજસ્થાન વન વિભાગ સંયુક્ત પાને તાપસ કરી રહી છે.
Bin Sachivalay Clerk Exam: સરકાર વિદ્યાર્થીઓની સાથે છે, સકારાત્મક વાતાવરણમાં વાતચીત ચાલુ છેઃ સીએમ વિજય રૂપાણી
બીજી તરફ જૂનાગઢ ગીર ફોરેસ્ટ વેસ્ટ ટીમ દ્વારા સિંહના નખ સાથે ભંડુરી ગામે થી ઝડપાયેલ યુવક પિયુષ રતિલાલ જોશી ને આજે માળીયા હાટીના કોર્ટમાં રજુ કરતા કોર્ટે યુવકને જમીન ઉપર મુક્ત કર્યો છે, જયારે હવે વેન વિભાગ સમગ્ર પ્રકરણ અંગે ઊંડાણ પૂર્વક તાપસ કરી સિંહના નખ નો અવૈધ વેપાર કરતા નેટવર્ક નો પર્દાફાશ કરવા તાપસ ચલાવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube