Junagadh News જુનાગઢ : જુનાગઢના શાંતિ આશ્રમના મૌની બાપુ તરીકે ઓળખાતા મહંત બજરંગપુરી બાપુ દેવલોક પામ્યા છે. બજરંગપુરી બાપુ મોટા ભાગે મૌન ધારણ કરીને રહેતા એટલે મૌની બાપુ તરીકે જાણીતા હતા. 103 વર્ષની જૈફ વયે પુજ્ય મૌની બાપુનો દેહવિલય થતાં સાધુ સંતો અને સેવકગણોમાં શોક છવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌની બાપુ ગિરનારમાં 40 વર્ષ રહ્યા હતા. તેના બાદ તેઓ જૂનાગઢ ભેંસાણ રોડ પર ડેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમમાં સ્થાયી થયા હતા. છેલ્લા 30 વર્ષથી તેઓ માત્ર એક લોટા પાણીથી દિવસ પસાર કરતાં હતા. સમગ્ર દિવસ દરમિયાન ભગવાનને લગાવેલા ભોગમાંથી ચોથો ભાગ જ પ્રસાદ તરીકે લેતાં હતા. દિવસે પણ જ્યાં અંધારૂ હોય તેવી કુટીરમાં રહીને સાધના કરતા હતા. 


ગયા અઠવાડીયે તેમની નાદુરસ્ત તબિયતને લઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદમાં સ્વસ્થ થતાં ફરી તેમના આશ્રમ આવી ગયા હતા. આજે 103 વર્ષની જૈફ વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ભક્તોમાં દુખની લાગણી છવાઈ છે.  


આ પણ વાંચો : 


બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી


ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ