ઝી મીડિયા/બ્યૂરો :હાલ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ચોમેર વરસાદ છે. ભારે વરસાદે તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, તેમાં જૂનાગઢ જિલ્લો પણ સામેલ છે. ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જૂનાગઢના ફેમસ વિલિંગ્ડન ડેમમાં ન્હાવા પડેલા એક યુવકનો જીવ સ્થાનિક લોકોએ બચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢના ફેમસ વિલિંગ્ડન ડેમ પાસે આ ઘટના બની હતી. જૂનાગઢમાં ગઈકાલે ભારે વરસાદ વરસી ગયો હતો. ધોધમાર વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. જેમાં વિલિંગ્ડન ડેમમાં એક યુવક ન્હાવા પડ્યો હતો. તે ડેમના આગળના ભાગમાં ન્હાઈ રહ્યો હતો. ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. જેમાં યુવક તણાયો હતો. જોકે, ત્યા હાજર મહિલાઓ યુવકની મદદ દોડી આવ્યા હતા. 


મહિલાઓએ દુપટ્ટો નાંખીને યુવકને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર ખેંચ્યો હતો, જેથી યુવકનો જીવ બચ્યો હતો. જોકે, ત્યા કોઈ સ્થાનિકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં લીધી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.