Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : સવાણી કંપનીએ જૂનાગઢના ઉપરકોટના જિલ્લાને કમાણીનું સાધન બનાવી દીધો છે. આ કંપનીએ કિલ્લાની અંદર કમાણીના અનેક ધંધાઓ શરૂ કર્યા છે.જેમાં ફૂડ ઝોન, ગેમ ઝોન, પ્રીવેડિંગ શૂટિંગ, સાયકલિંગ ટ્રેક આ ઉપરાંત અનેક પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે દુકાનો બનાવી છે. ઉપરકોટનો કિલ્લો ગુજરાતની આન, બાન અને શાન છે. જેથી સરકારે આ કિલ્લાના રિસ્ટોરેશનનું કામ સવાણી હેરિટેજ કંપનીને સોપ્યું હતું. જો કે આ કિલ્લાનું સંચાલન પણ આ જ કંપનીને સોંપી દેવાયું હતું. ઉપરકોટનો કિલ્લોએ રક્ષિત સ્મારકની વ્યાખ્યામાં છે. રક્ષિત સ્મારકમાં કોઈપણ પ્રકારના ફેરફારો કરવાની કાયદામાં જોગવાઈ નથી. જો કે હાલ કિલ્લામાં આ તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ચાલી રહી છે..જો કે રાજકોટની ઘટના પછી ગેમઝોન સીલ મારી દેવાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિલ્લામાં ધમધમી રહ્યું હતું ગેમઝોન
સરકારની જે મુખ્ય અને અતિ પૌરાણિક મિલકતો છે, તેમાં જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની ગણતરી થઈ રહી છે. ઉપરકોટનો કિલ્લોએ રક્ષિત સ્મારકની વ્યાખ્યામાં છે. રક્ષિત સ્મારકમાં કોઈપણ પ્રકારના ફેરફારો કરવાની કાયદામાં જોગવાઈ નથી. ઉપરકોટના આ કિલ્લાનો રિસ્ટોરેશનનું કામ સરકારે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાથમિક લિમિટેડ નામની કંપનીને સોપ્યું હતું. આ કામ પૂરું થયા બાદ હવે તેનુ સંચાલન પણ આ કંપનીને જ સોંપી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા કિલ્લાની અંદર કમાણીના અનેક ધંધાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં ફૂડ ઝોન, ગેમ ઝોન, પ્રીવેડિંગ શૂટિંગ, સાયકલિંગ ટ્રેક આ ઉપરાંત અનેક પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે દુકાનો બનાવી નાખવામાં આવી છે. 


All Eyes on Rafah : જે ચાર શબ્દોએ આખી દુનિયાના ધ્રૂજાવ્યા, એ રફાહ તસવીરો તમે જોઈ પણ નહિ શકો એટલી દર્દનાક છે


સંચાલન કરતી કંપનીને નોટિસ ફટકારાઈ
આ અંગે રાજ્યના પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્મા સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, કિલ્લાની અંદર રક્ષિત સ્મારક હોવાથી કોઈપણ પ્રકારની આવી એક્ટિવિટી થઈ શકે નહીં. આ તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ચાલી રહી છે. તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ જૂનાગઢના તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે ઉપરકોટના કિલ્લામાં ગેરકાયદેસર ગેમ ઝોન ધમધમી રહ્યું હતું તેને તંત્રએ સીલ મારી દીધું છે. રક્ષિત સ્મારકમાં આવી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય, આ સમગ્ર મામલે જુનાગઢના જાણીતા ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, રક્ષિત સ્મારકમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા માટેની કાયદામાં સ્પષ્ટ મનાય છે, રક્ષિત સ્મારક હોય તેની આસપાસ પણ બાંધકામમાં ફેરફાર કરવા હોય તો તેના ખૂબ જ આકરા અને કડક નિયમો છે હાલ કિલ્લો માં આ તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ચાલી રહી છે. 


All Eyes on Rafah : રફાહમાં એવુ તો શુ થયું છે કે, આખી દુનિયા તેની જ ચર્ચા કરી રહી છે


ઉપરકોટના કિલ્લાની અંદર અનેક ધંધાઓ શરૂ કરવાથી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન કંપનીને દર માસે લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે. આ કમાણીમાંથી એક પણ રૂપિયો સવાણી કંપની દ્વારા સરકારને ચૂકવવામાં આવતો નથી. સવાણી કંપનીના જુનાગઢ સ્થિત ઉપરકોટ કિલ્લો સંભાળતા મેનેજર દાવો કરે છે કે અમારી કંપનીને આવી તમામ પ્રવૃત્તિઓ કરવા માટેની ટુરિઝમ વિભાગે છૂટ આપી છે ત્યારે સવાલ એ થાય છે કે કિલ્લાની સંપૂર્ણ જવાબદારી મુખ્યત્વે પુરાતત્વ વિભાગની છે. 


સવાણી હેરિટેજ કન્ઝર્વેશન કંપનીએ કિલ્લાને પોતાની માલિકીનો સમજી અનેક વેપારીઓ સાથે ધંધા કરવા માટેના એગ્રીમેન્ટો પણ કરી નાખવામાં આવ્યા છે. આ મુદ્દે પુરાતત્વ વિભાગ તમામ પ્રવૃત્તિને ગેરકાયદેસર ગણે છે અને કંપની પોતે તમામ મંજૂરી હોવાનો દાવો કરે છે. ત્યારે આ અંગે તપાસ થાય તો જ સત્ય સામે આવે અને રક્ષિત સ્મારકમાં ગણાતા ઉપરકોટ કિલ્લામાં ખરા અર્થમાં નિયમનું પાલન થાય છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે. 


ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : હવામાન વિભાગે કરી ધૂળની આંધીની આગાહી