Junagadh News : થોડા સમય પહેલા હિન્દી મીડિયમ ફિલ્મ આવી હતી. જેમાં દીકરીના સારી સ્કૂલમાં એડમિશન માટે માતાપિતા ગરીબ બનીને ઝુપડપટ્ટીમાં રહેતા હતા. ત્યારે ગુજરાતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક જાણીતા ઉદ્યોગપતિ દીકરીના મેડિકલમાં પ્રવેશ માટે ગરીબ બન્યા છે. તેઓએ દીકરીને મેડિકલમાં પ્રવેશ મળે તે માટે ગરીબીનું સર્ટિફિકેટ કઢાવ્યું છે. ત્યારે આ સમગ્ર મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે. જોકે, ઝી 24 કલાકની વાતમાં ઉદ્યોગપતિએ પોતાને ગરીબ અને આર્થિક હાલત ખરાબ હોવાનું જણાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢ જિલ્લાના માણાવદરના ઉદ્યોગપતિ ચર્ચામાં આવ્યા છે. તેમણે ગરીબીનું સર્ટી બનાવી દિકરીને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવ્યાની વાતથી ચર્ચા ઉઠી છે. જુનાગઢના માણાવદરના ઉદ્યોગપતિ વસંત મારડિયાએ આર્થિક પછાત ક્વોટા હેઠળ દીકરીને મેડિકલમાં પ્રવેશ અપાવ્યો. તેમણે આર્થિક પછાત અનામતનો લાભ ઉઠાવીને દીકરીને ગાંધીનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવ્યો છે. આ કેસમાં આર્થિક પછાત અનામતનું સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મુદ્દો સામે આવતા તપાસ શરૂ થઈ છે. મામલો જુનાગઢ કલેક્ટર પ્રાંત અધિકારી સુધી પહોંચ્યો છે. 


તેજ વાવાઝોડું પણ બિપોરજોયની જેમ બદલી શકે છે રસ્તો! અરબી સમુદ્ર તોફાની બનતા ગુજરાતના


આર્થિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર કઢાવવા માટેના જે નિયમો છે, તેમાં કયા નિયમોનો ભંગ થયો છે તે અથવા મિલકતો છુપાવવામાં આવી છે અથવા તો ખોટુ સોગંધનામુ કર્યુ તે અંગે તમામ પાસાઓની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. જો ખોટુ નીકળશે તો દીકરીનો મેડિકલનો પ્રવેશ પણ રદ થઈ શકે છે. 


વસંત મોરડિયાનો ખુલાસો, મારી સ્થિતિ ખરાબ છે  
આ વિશે વસંત મારડિયાએ ઝી 24 કલાકને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મારી પાસે હાલ 10.50 વીઘા જમીન છે. મારી વાર્ષિક આવક 8 લાખથી હાલ ઓછી છે. અમારી મોટા ભાગની મિલ્કત સંયુક્ત માલિકીની છે. ભાઈઓના ભાગ હજુ સંયુક્ત માલિકીના પાડવાના બાકી છે. મારી આર્થિક હાલત હાલ ખરાબ છે. આર્થિક હાલત ખરાબ અને 8 લાખથી ઓછી વાર્ષિક આવક હોય EWS સર્ટી કઢાવ્યું હતું. 


ચાલુ ગરબામા 17 વર્ષના કિશોરને આવ્યો હાર્ટએટેક, નાકમાંથી લોહી નીકળ્યું ને ગયો જીવ