દેશની ટોચની યુનિવર્સિટીઓને પછાડીને જૂનાગઢ કૃષિ યુનિ.એ મેદાન માર્યું
- દેશની 75 યુનિવર્સિટીઓમાંથી પ્રથમ અને બીજા ચરણમાં કુલ 13 યુનિવર્સિટીઓને આ પ્રોજેક્ટ મળ્યો હતો. જેમાં જુનાગઢ યુનિવર્સિટીએ આ સફળતા મેળવી
- સમગ્ર દેશભરમાં આ પ્રોજેક્ટ કરાયો હતો. જેમાં અનેક યુનિવર્સિટીએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સારુ રેન્કિંગ મેળવવામાં સફળ રહી
સાગર ઠાકર/જૂનાગઢ :વિશ્વ બેંકના પ્રોજેક્ટમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. દેશની 75 યુનિ માં 88 માર્કસ સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. દેશની નામાંકિત કૃષિ યુનિવર્સિટીઓ તથા દિલ્હી સ્થિત આઇસીએઆરની ઇન્સ્ટિટયુટ્સને પાછળ છોડી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
વર્લ્ડ બેંક દ્વારા નેશનલ હાયર એગ્રિકલ્ચર એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ મારફત અપાયેલા ઈન્સ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ પ્લાન પ્રોજેક્ટના અમલીકરણમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને 88 માર્કસ સાથે દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે. દેશની 75 યુનિવર્સિટીઓમાંથી પ્રથમ અને બીજા ચરણમાં કુલ 13 યુનિવર્સિટીઓને આ પ્રોજેક્ટ મળ્યો હતો. જેમાં જુનાગઢ યુનિવર્સિટીએ આ સફળતા મેળવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ આ સિધ્ધીનો શ્રેય યુનિ.ના તમામ સ્ટાફને આપ્યો હતો.
આ પણ વાંચો : આજથી ગુજરાતના 36 શહેરો ફરીથી ધબકતા થશે, સાંજે 6 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો-ધંધા
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશભરમાં આ પ્રોજેક્ટ કરાયો હતો. જેમાં અનેક યુનિવર્સિટીએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સારુ રેન્કિંગ મેળવવામાં સફળ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દેશભરમાં ફેમસ છે. દેશભરમાંથી અહી શિક્ષણ લેવા માટે દર વર્ષે વિદ્યાર્થીઓ આવે છે. કાશ્મીરથી પણ અહી વિદ્યાર્થીઓ આવે છે.