Junagadh Lok Sabha Chunav Result: પંજો ફેલ! માથાનો દુ:ખાવો બનેલી આ બેઠક પર ભાજપની ભવ્ય જીત
Junagadh Lok Sabha Chunav Result 2024: સૌરાષ્ટ્રની જુનાગઢ બેઠક પર જીત માટે ભાજપને લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવાર જીત તરફ અગ્રેસર જઈ રહ્યા છે. ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાથી 100106 મતથી આગળ ચાલી રહી છે. અંદાજિત બે લાખ મત ગણવાના બાકી છે. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાની હારની શક્યતા વધી ગઈ છે. સૌરાષ્ટ્રની જુનાગઢ બેઠક ભાજપ માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે.
Lok Sabha Election 2024 Result: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પૈકી જૂનાગઢ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ ફરી એકવાર ભવ્ય વિજય તરફ અગ્રેસર છે. ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાથી 100106 મતથી આગળ ચાલી રહી છે. અંદાજિત બે લાખ મત ગણવાના બાકી છે. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાની હારની શક્યતા વધી ગઈ છે. મતદાન પહેલા આ બેઠક ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી કઠીન બની હતી. પરંતુ જૂનાગઢવાસીઓએ ફરી એકવાર ભાજપના ઉમેદવાર પર પોતાની પસંદગી ઉતારી છે. આ બેઠક પર 58.80% મતદાન થયું હતું.
2019માં રાજેશ ચુડાસમાને 5,47,952 મત પ્રાપ્ત થયા. કોંગ્રેસના ઉમેદવાર પુજા વંશને 3,97,767 મત પ્રાપ્ત થયા અને રાજેશ ચુડાસમાનો 1,50, 185 મતે વિજય થયો હતો. જૂનાગઢમાં 7 લાખ 13 હજાર 524 મહિલાઓ અને 7 લાખ 72 હજાર 17 પુરૂષ મતદાતાઓ છે. જુનાગઢમાં અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી યોજાઈ છે. જેમા ભાજપ અને કોંગ્રેસ સાત-સાત ચૂંટણી જીત્યા છે. શરૂઆતમાં જુનાગઢ બેઠક પર કોંગ્રેસ મજબુત સ્થિતિમાં રહી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ભાજપનો દબદબો છે. 1991માં ભાજપના ભાવનાબેન ચીખલિયા સળંગ ચાર ચૂંટણી જીત્યા હતા.
2024માં કેટલું મતદાન થયું
તમને જણાવી દઈએ કે જૂનાગઢ બેઠક પર ભાજપે ઘેડિયા કોળી સમાજ માંથી આવતા અને લોકસભામાં સૌથી વધારે મતો ધરાવતી જ્ઞાતિના રાજેશ ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા હતા, તો કોંગ્રેસે આહિર જ્ઞાતિમાંથી આવેલા હીરાભાઈ જોટવાને તેમના ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક પર 58.80% મતદાન થયું હતું. આ બેઠક પર રાજપૂત, આહીર અને પાટીદરા સમાજના ઉમેદવારો પણ સાંસદ બન્યા છે.
કુલ 11 ઉમેદવારો વચ્ચે ખેલાયો ચૂંટણી જંગ
તમને જણાવી દઈએ કે ભાજપ કોંગ્રેસ બહુજન સમાજ પાર્ટીની સાથે સ્થાનિક લોક પાર્ટી અને રાઇટ ટુ રિકોલ પાર્ટીની સાથે અન્ય છ અપક્ષ ઉમેદવારો જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં જોવા મળ્યા હતા. કુલ 11 ઉમેદવારો વચ્ચે જુનાગઢ લોકસભા બેઠકનો ચૂંટણી જંગ ખેલાયો હતો. પરંતુ આ બધાને ટક્કર આપીને ભાજપના ઉમેદવારે જૂનાગઢ બેઠક પર પોતાની પકડ બનાવી રાખી છે.
જુનાગઢના ઉમેદવારોની યાદી
જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા, કોંગ્રેસના હીરાભાઈ જોટવા, બહુજન સમાજ પાર્ટીના જયંતીલાલ માકડીયા, લોક પાર્ટીના અલ્પેશ ત્રાંબડીયા, રાઇટ ટુ રિકોલ પાર્ટીના ઈશ્વર સોલંકીની સાથે મળીને કુલ છ અપક્ષ ઉમેદવારો આરબ હાસમ, ગોરધન ગોહેલ ડાકી, નાથાભાઈ દેવેન્દ્ર મોતીવરસ, ભાવેશ બોરીચાગર અને વાઢેર દાનસિંગ વચ્ચે જુનાગઢ લોકસભા બેઠક જીતવા ચૂંટણી જંગ ખેલાયો હતો.
જૂનાગઢ બેઠકની વિશેષતા
1962માં જૂનાગઢ બેઠક અસ્તિત્વમાં આવી હતી. કોંગ્રેસે 1989 બાદ આ લોકસભા બેઠક પર યોજાયેલી આઠ ચૂંટણી પૈકી ફક્ત 2004ની એક જ ચૂંટણી જીતી હતી. ભાજપે 1991ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર જૂનાગઢ બેઠક પર વિજય મેળવ્યો હતો. ભાજપના ભાવનાબહેન ચીખલિયાએ 1991થી 1999 સુધીની સળંગ ચાર લોકસભા ચૂંટણી જીત્યા હતા.
કોણ છે રાજેશ ચુડાસમા?
રાજેશ ચુડાસમા ગુજરાતની કોળી જ્ઞાતિમાંથી આવે છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1982ના રોજ ચોરવાડમાં થયો હતો. હાલ તેઓ જૂનાગઢ-ગીર સોમનાથથી સંસદ સભ્ય છે. તેઓ અગાઉ માંગરોળના ધારાસભ્ય હતા. જૂનાગઢ લોકસભા બેઠક પરથી 2014માં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા.
કોણ છે હીરા જોટવા ?
હીરા જોટવા B. A. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે. 1991થી 2004 સુધી તેઓ સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની કામગીરી સંભાળી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા હતા. વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે 2019થી વર્ષ 2023 સુધી રહ્યા હતા. 2022માં કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. 2023થી હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે.
એવી જ રીતે ગુજરાતની જૂનાગઢ સંસદીય બેઠકના તમામ ઉમેદવારો અને પરિણામો તેમજ ઇતિહાસ અને ભૂતપૂર્વ સાંસદો વિશે જાણો.
2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના રાજેશભાઈ ચુડાસમાએ ગુજરાતની જૂનાગઢ લોકસભા બેઠક (Junagadh Lok Sabha Election Results 2019) જીતી હતી. તેમને 5,13,179 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના પંજાબી ભીમાભાઈ 3,77,347 મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા.
જો અહીંના ઈતિહાસની વાત કરીએ તો 1962માં આ સીટ કોંગ્રેસના ચિત્તરંજન રંગનાથના હાથમાં હતી. 1967માં SWA ના વી.જે. શાહ, 1971માં કોંગ્રેસના નાનજીભાઈ. 1977માં BLDની નાથવાણી નરેન્દ્ર, 1980 અને 1984માં કોંગ્રેસના પટેલ મોહનભાઈ, 1989માં જેડીયુના શેખડા ગોવંધલ, 1991, 1996, 1998 અને 1999માં ભાજપના ચીખલીયા ભાવનાબેન, 2004માં કોંગ્રેસના બારડ જસુભાઈ અને 2009માં ભાજપના દિનુભાઈએ આ બેઠક જીતી હતી.
આ મતવિસ્તાર હેઠળ 7 વિધાનસભા બેઠકો આવે છે, જેમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનાનો સમાવેશ થાય છે.