જૂનાગઢમાં મહિલા ASI હત્યા, મિલકતના ઝઘડામાં પતિએ જ કરી હત્યા
જૂનાગઢ શહેરમાં મધુરમ વિસ્તારના સુદામા પાર્કમાં રહેતા અને વિસાવદર પોલિસ ASI તરીકે ફરજ બજાવતા કિરણબેન જોષીની તેમના પતિ પંકજ વેગડા તેમજ સાસરિયા દ્વારા કરવામાં આવી હોવાની ફરિયાદ મૃતકના મહેશ જોશીએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢ: જૂનાગઢમાં એક મહિલા ASIની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હત્યા કોઈ બીજા એ નહિ પરંતુ પોતાના પતિ તેમજ સાસુ એ મળીને હત્યા કરી હોય તેવું પ્રાથમિક તાપસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી અને એફએસએલની ટીમ દોડી આવી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિરણબેન જોષીની હત્યા તેમના ઘરેજ મિલકતના ઝઘડામાં સાસરિયાઓએ કરી હોવાની ફરિયાદ મૃતકના ભાઈએ કરી છે. સમગ્ર ઘટના બાદ ચાર લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરાર 4 લોકોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.
જૂનાગઢ શહેરમાં મધુરમ વિસ્તારના સુદામા પાર્કમાં રહેતા અને વિસાવદર પોલિસ ASI તરીકે ફરજ બજાવતા કિરણબેન જોષીની તેમના પતિ પંકજ વેગડા તેમજ સાસરિયા દ્વારા કરવામાં આવી હોવાની ફરિયાદ મૃતકના મહેશ જોશીએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હત્યા મિલકતના ઝઘડામાં કરવામાં આવી હોવાનું જૂનાગઢ પોલીસે જણાવ્યું છે. પોલીસે ફરિયાદ મુજબ પતિ, સાસુ સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધી છે. હત્યા કરનાર પતિ પંકજ વેગડા ફરાર થઇ ગયો છે જયારે બીજા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
વિસાવદર પોલિસ ASI તરીકે ફરજ બજાવતા અને જૂનાગઢ ના મધુરમ વિસ્તારોમાં રહેતા કિરણબેન જોષી એ 11 માસ પહેલાં જ પંકજ વેગડા સાથે લગ્ન કાર્ય હતા પરંતુ લગ્ન પછી બંનેના લગ્ન-જીવનમાં વાદ-વિવાદો અને કલેશ શરૂ થયો હતો અને છેલ્લા ઘણા સમયથી કિરણબેન પોતાના પતિથી અલગ પોતાની માલિકીના મકાનમાં જ રહેતા હતા. પરંતુ ગત રાત્રીના ઘાતકી હથિયારો સાથે કિરણબેનનો પતિ પંકજ અને સાસરિયા આવી પહોંચ્યા હતા અને ગાળાના ભાગે, પેટ ભાગે તેમજ સાથળના ભાગે તીક્ષણ હથિયાર વડે વાર કરી મોટ નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સી-ડિવિઝન પોલીસનો સ્ટાફ તેમજ FSL સ્ટાફ દોડી આવ્યો હતો અને તાપસ શરૂ કરી છે.
જેમની હત્યા થઇ છે તે કિરણબેન જોષી એ પોતાના ઘર બહાર ત્રણ સ્થળોએ CCTV કેમેરા પણ લાગ્યા હોવાથી પોલીસે CCTV કેમેરાનું DVR પણ કબજે લીધું છે. પોલીસના જણવ્યા પ્રમાણે હત્યાને અંજામ આપતા પહેલા આરોપી પંકજ વેગડાએ CCTV કેમેરા બંધ કરી દીધા હતા. જો કે જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો તે વખતના ફૂટેજ કેમેરામાં રેકોર્ડ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.