જૂનાગઢના 360 વર્ષ જૂના મજેવડી દરવાજાની સામે ક્યારે બની હતી દરગાહ, તમે જાણો છો વાયરલ તસવીરોનું સત્ય
Junagadh Majevadi Gate : ગુજરાતના જૂનાગઢમાં જૂની દરગાહને લઈને વિવાદ સર્જાયો છે. શહેરના મજેવડી ગેટ સ્થિત આ દરગાહને તોડી પાડવા માટે કોર્પોરેશને નોટિસ આપી દસ્તાવેજો મંગાવ્યા છે. આ પછી પોલીસ પર પથ્થરમારો અને આગચંપીની ઘટના બાદ દરગાહની કાયદેસરતા પર સવાલો ઉઠી રહ્યા છે.
ગુજરાતના જૂનાગઢમાં મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને લઈને હોબાળો થયો છે. પોલીસ પર પથ્થરમારો અને આગચંપી બાદ સ્થિતિ તંગ છે. મહાનગરપાલિકાએ પ્રાચીન દરગાહના દસ્તાવેજો મંગાવ્યા બાદ સોશ્યલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે અગાઉ દરવાજા પાસે દરગાહ ન હતી. આવો જાણીએ આ દરવાજો કોણે બનાવ્યો છે અને શું અહીં કોઈ દરગાહ હતી અને આ દરગાહ કોની છે. સોશિયલ મીડિયા પર ગુજરાત હિસ્ટ્રી નામના એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ ફોટો અને હાલના ફોટોની સરખામણી કરતા કહેવામાં આવી રહ્યું છે કે 1885માં અહીં કોઈ દરગાહ નહોતી. શું આવી સ્થિતિમાં આ દરગાહ ગેરકાયદે છે? હાલના સોશિયલ મીડિયા ફોટોમાં આ દરગાહ મજેવડી દરવાજાની જમણી બાજુ આવેલી છે. જે ફોટો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે મજેવડી દરવાજાનો ફોટો એફ. નેલ્સને 1890માં લીધો હતો. આજથી 136 વર્ષ પહેલાંના સમયનો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube